गुजरात

અહેમદ પટેલને CM રૂપાણીની શ્રદ્ધાંજલિ, ‘કૉંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે’

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહિના પહેલા અહેમદ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં તેમની તબિયત સતત લથડી રહી હતી. ફૈઝલ પટેલના ટ્વીટ પ્રમાણે 25-11-2020ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે તેમનું નિધન થયું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આજે ગુજરાત કૉંગ્રેસમાં પણ શોકનો માહોલ સર્જાયો છે.

સીએમ રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ

સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે, “કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ.”

Related Articles

Back to top button