થઇ જાવ તૈયાર! ગુજરાતમાં જાણો કેટલા દિવસ બાદ આવશે ઠંડીનો ચમકારો
અમદાવાદ : રાજ્યમાં ઉતરપૂર્વના પવનનો ફૂંકાય રહ્યા છે અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3થી 4 દિવસમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. આ સાથે ઠંડીનો ચમકારો વધશે. જોકે, લઘુતમ તાપમાન 15 ડિગ્રીએ પહોંચ્યું છે અને 3થી 4 દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે.
શિયાળાની શરૂઆત, ગુલાબી ઠંડીનો અહેસાસ અને રજાની મજા માણવા માટે લોકો રિવરફ્રન્ટ પર જઇ રહ્યા છે. રિવરફ્રન્ટ પર સાયકલિંગ કરીને સ્વાસ્થય સારું રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ લોકો પોતાના પરિવાર સાથે વહેલી સવારના વાતાવરણની મજા માણવા પણ આવી પહોંચ્યા હતા.લોકો શિયાળામાં સ્વાસ્થ્યને સારું રાખવા માટે ગાર્ડનમાં મોર્નિંગ વોક, યોગ અને કસરત કરતા જોવા મળ્યા હતા. કોરોનાની મહામારીમાં સ્વાસ્થ્ય પણ સારું રાખવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે.