गुजरात

બનાસકાંઠા : બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં 3નાં મોત, અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત

બનાસકાંઠા : બનાસકાંઠામાં અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે ગઇકાલે મોડી સાંજે બે બાઇક સામ સામે ટકરાતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં આજે વધુ બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.

અમીરગઢ પંથકમાં અકસ્માતનો સીલસીલો યથાવત છે વિરમપુર ધનપુરા જતા રોડ પર ગઈકાલે મોડી સાંજે પુરપાટ ઝડપે આવી ગયેલા બે બાઇક સામ સામે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક પર સવાર 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

બનાવ ને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યકિતનું મોત થયું હતું. બાદમાં આજે સારવાર દરમ્યાન વધુ બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજતાં મૃત્યુ આંક ત્રણ થયો છે.

Related Articles

Back to top button