કામરેજ : તસ્કરોએ દિવાળીએ ધન લૂટ્યું, કરજણમાં ATM તોડી 12.56 લાખની ચોરી
બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા કરજણ ગામે તસ્કરોએ દિવાળી ઊજવી છે. તસ્કરોએ અહીંયા આવેલી એક કો-ઓપરેટિવ બેંકના એટીએમ મશીનને તોડી અને સેફમાં મૂકેલા રૂપિયાની ચોરી કરી લીધી હતી. એટીએમના સીસીટીવીમાં 3 તસ્કરો કેદ થયા હતા. આ સમગ્ર ઘટનાના કારણે હાહાકાર મચી ગયો હતો. જોકે, પોલીસે બનાવવાળી જગ્યાએ પહોંચીને તપાસ શરૂ કરી હતી.
હજુ તો થોડા દિવસ પહેલાં પણ મોરથાામાં આજે બેંક એટી.એમ.ને નિશાન બનાવ્યું હતું. દરમિયાન ગઈકાલે કામરેજના કરજણ ગામે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકને નિશાન બનાવી હતી. તસ્કરોએ કરજણમાં આવેલા બેંકના એટીએમ મશીનમાં ઘુસ્યા હતા અને અને ધાડ પાડી હતી.
તસ્કરોએ એટીએમ મશીન તોડી અને 12.56 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જોકે, સીટીવીમાં આ તસ્કરોએ આબાદ કેદ થયા છે. પોલીસ તપાસમાં આ કોઈ ગેંગનું ષડયંત્ર હોવાનું બહાર આવી શકે છે. કારણ કે એક મહિનાની અંદર જ કરજણમાં આ બીજી ચોરી થઈ છે.