गुजरात

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોની અગ્નિ પરીક્ષા: ગત ચૂંટણીમાં કાકડિયા 15 હજાર, જિતુ ચૌધરી 170 મતથી જીત્યા હતા

ગાંધીનગર: ત્રીજી તારીખે ગુજરાતની આઠ વિધાનસભાની બેઠક પર પેટા-ચૂંટણી  યોજાઈ હતી. ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણી પહેલા કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા ગુજરાતમાં પેટા ચૂંટણી કરવાની ફરજ પડી છે. આઠ બેઠક પરથી પાંચ બેઠક પર ભાજપે આયાતી ઉમેદવાર એટલે કે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા  ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં અબડાસા, મોરબી, કરજણ, કપરાડા અને ધારી બેઠકનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ બેઠક પર ભાજપે 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી હારેલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ધારીના કૉંગ્રેસના ઉમેદવાર જે.વી. કાકડિયાએ ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 15 હજારના માર્જિનથી હાર આપી હતી. કપરાડાની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જિતુ ચૌધરીને ફક્ત 170 મતના માર્જિનથી જીત થઈ હતી.

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવાર:

1) અબડાસા—પ્રદ્યુમનસિંહ જાડેજા

2) મોરબી——બ્રિજેશ મેરજા
3) ધારી——–જે.વી. કાકડિયા
4) કરજણ——અક્ષય પટેલ5) કપરાડા——જિતુ ચૌધરી

2017નું પરિણામ:

અબડાસા: કૉંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપના છબિલભાઈ પટેલને 9746 મતોથી હાર આપી હતી.
મોરબી: કૉંગ્રેસના બ્રિજેશ મેરજાએ ભાજપના કાંતિભાઈ અમૃતિયાને 3,419 મતોથી હાર આપી હતી.
ધારી: કૉંગ્રેસના જે.વી. કાકડિયાએ ભાજપના દિલીપભાઈ સંઘાણીને 15,336 મતોથી હાર આપી હતી.
કરજણ: કૉંગ્રેસના અક્ષય પટેલે ભાજપના સતિષભાઈ બાબુભાઈ પટેલને 3,564 મતોથી હાર આપી હતી.
કપરાડા: કૉંગ્રેસના જિતુ ચૌધરીએ ભાજપના માધુભાઈ રાઉતને 170 મતોથી હાર આપી હતી.

કોની કોની વચ્ચે ટક્કર?

અબડાસા—પ્રદ્યુમનસિંહ જાડેજા–ડો.શાંતિલાલ સંઘાણી
મોરબી——બ્રિજેશ મેરજા——-જયંતીલાલ પટેલ
ધારી——–જે.વી. કાકડિયા—–સુરેશ કોટડિયા
કરજણ——અક્ષય પટેલ——–કિરીટસિંહ જાડેજા
કપરાડા——જિતુ ચૌધરી——–બાબુભાઈ વરઠા
ગઢડા——–આત્મરામ પરમાર–મોહનલાલ સોલંકી
ડાંગ———-વિજય પટેલ——-સૂર્યકાંત ગાવિત
લીંબડી——-કિરીટસિંહ રાણા—ચેતન ખાચર

કઈ કઈ જગ્યા પર યોજાઈ રહી છે મતગણતરી?

અબડાસા—-ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ભુજ
લીંબડી——M P શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર
મોરબી——ગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજ, મોરબી
ધારી——-શ્રી યોગીજી મહારાજ મહિલા કોલેજ, ધારી
ગઢડા—–ભક્તરાજ દાદા ખાચર કોલેજ,ગઢડા
કરજણ—-પોલિટેક્નિક કોલેજ શાસ્ત્રીબ્રિજ પાસે સયાજીગંજ, વડોદરા
ડાંગ——–ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, આહવા
કપરાડા—-ગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજ, કપરાડા

Related Articles

Back to top button