गुजरात
અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ, વાડજના સ્મશાનમાં એક સાથે આઠ મૃતદેહોની અંતિમવિધી, થલતેજ સ્મશાનમાં વેઈટિંગ
Anil Makwana

GNA – અમદાવાદ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ભયજનક બન્યું છે. ત્યારે શહેરના વિવિધ સ્મશાનોમાં ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ક્યાંક એમ્બ્યુલન્સમાં કલાકોનું વેઈટિંગ છે. તો ક્યાંય ડેડબોડી માટેની વાનમાં પણ વેઈટિંગ છે. શહેરમાં એક સ્મશાનમાં એક સાથે 8 મૃતદેહોને અંતિમવિધી કરવા માટે લાવવામાં આવ્યાં છે. અંતિમ વિધી માટે પણ બે કલાકનું વેઈટિંગ છે. શહેરના વાડજ સ્મશાન ગૃહમાં બંને ચીમની હાલ ચાલી રહી છે. જ્યાં આસપાસ મૃતકોના સ્વજનો કલ્પાંત કરતાં જોવા મળ્યા છે.