गुजरात

સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા ગુજરાતના વકીલશ્રીઓ માટે વિવિધ માંગણીઓ કરતું આવેદન પત્ર આપ્યું

વકીલશ્રીઓને દૈનિક 1000/- રુપિયા નિભાવણી ખર્ચ તેમજ 500000/- રુપિયા ની વગર વ્યાજ ની લોન આપવા આવેદન

ગાંધીનગર

અનિલ મકવાણા

હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની  વૈશ્વિક મહામારીમાં વિવિધ ક્ષેત્રમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ માં પણ વકીલશ્રીઓ ને કોઇ જ સ્થાન આપવામાં આવેલ નથી. આત્મનિર્ભર  ભારત યોજના અંતર્ગત પણ વકીલાત ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નો સમાવેશ કરવામાં આવ્યો નથી. વકીલશ્રીઓ નો વ્યવસાય દૈનીક આવક પર આધારીત હોય છે. આ વ્યવસાય માં કોઇ નિયમિત આવક હોતી નથી. તો એડવોકેટ ના ઉત્થાન માટે સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા ગુજરાત ના 85000 કરતા વધુ વકીલશ્રીઓને દૈનિક 1000/- રુપિયા નિભાવણી ખર્ચ તેમજ 500000/- રુપિયા ની વગર વ્યાજ ની લોન આપવા બાબતે રાજ્યપાલ, મુખ્યમંત્રી, મુખ્યસચિવ,  મુખ્ય ન્યાયાધીશ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન ને સંબોધી ને આવેદન પત્ર દ્વારા રજૂઆત કરાઈ છે.

Related Articles

Back to top button