અબડાસા વિધાનસભા પેટાચૂંટણી તૈયારીનો તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો.પોલિંગ સ્ટાફને માસ્ક, સેનિટાઇઝર, હાથના મોજાં સહિત ની સામગ્રી અપાઈ
Anil Makwana
અબડાસા
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
અબડાસા વિધાનસભા પેટાચૂંટણીના મતદાનને હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચૂંટણી ફરજ સોંપાઇ છે એવા સાત તાલુકાના 1386 કર્મચારીઓ આજે નલિયા પહોંચી આવ્યા હતા.આજે સવારે નલિયાના ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સ્ટાફને ઇવીએમ, વીવીપેટ સહિત અન્ય મતદાન સામગ્રી ઉપરાંત માસ્ક, સેનિટાઇઝર, હાથ મોજાં સહિતની કોરોનાને ધ્યાને લઇ બનાવાયેલી કિટ સાથેના સ્ટાફને તેમના નિયત કરાયેલા બૂથ પર રવાના કરવામાં આવ્યા હતા.
આ માટે એસ.ટી. તંત્રે 95 બસ ફાળવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી આપેલી વિગત અનુસાર અબડાસા પેટાચૂંટણીના 431 મતદાન બૂથ પર 2500નો પોલિંગ સ્ટાફ ફરજ બજાવવાનો છે. 2500 પૈકી 1386નો સ્ટાફ જિલ્લાના સાત તાલુકાઓમાંથી અબડાસામાં મુકાયો છે,સાથે 1500 સુરક્ષા કર્મીઓ જેના પોલીસ અને પેરામીલીટરી ફોર્સ પણ તૈનાત કરાઇ છે..કોરોના મહામારી ને લઈને તમામ જાત ની તકેદારી રાખી ને આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે,કોરોનાને ધ્યાને લઇ મતદાન મથકમાં કોરોના શંકાસ્પદો માટે અલાયદો કક્ષ બનાવવા સાથે મતદાર મતદાન કરવા આવે તે પૂર્વે તેમનું થર્મલ ગનથી તાપમાન માપ્યા બાદ જ મતદાન મથકમાં પ્રવેશ અપાશે. તમામને પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ આપી યોગ્ય સ્થળે તેનો નિકાલ થાય તે માટે પણ વ્યવસ્થા ગોઠવાઇ છે.મતદાન મથકો સેનેટાઇઝર સહિત માસ્ક ની પણ વ્યવસ્થા કરવા માં આવી છે..
આવતીકાલે અબડાસા વિધાનસભા પેટા ચૂંટનું મતદાન થવાનું છે ત્યારે આ અંગે પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ સિંઘે બંદોબસ્ત અંગે વાત કરતા જણાવ્યું હતુંકે 1200 પોલીસ કર્મચારીઓ ને બંદોબસ્ત ગોઠવી દેવાયા છે ક્રિટિકલ 119 મતદાન મથકો પર આમ પુલીસ સાથે SRP જવાન તૈનાદ કરાયા છે અને વિડિઓ ગ્રાફીથી સુપરવિઝનની વ્યવસ્થા કરાઈ છે.