गुजरात

સુરત : ‘મેરા ધંધા બંધ હુઆ તો તેરા પિક્ચર પુરા કર દુંગા’, કોર્પોરેટરને બૂટલેગરે ધમકી આપી હોવાની રાવ

સુરત : મેરા ધંધા બંધ હુવા તો તેરા પિક્ચર પુરા કર ડુંગા આ પ્રકારની ધમકી સુરત કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાને સલાબતપુરા વિસ્તારના લિસ્ટેડ બુટલેગર દ્વારા આપવામાં આવી છે.જે ધમકી મળતા કોંગી કોર્પોરેટર દ્વારા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.સ્થાનિક વિસ્તારમાં દારૂ,જુગાર અને ચાલતા આંકડા ની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા માટે કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ સલાબતપુરા પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી હતી.જ્યાં અરજી આપ્યાના બાર કલાકમાં જ આ ધમકી મળી હોવાના આક્ષેપ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં દારૂ જુગાર અને આંકડાની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ બારણે અથવા ચોરીછુપીથી ચાલતી હોય તે બાબતથી સૌ કોઇ વાકેફ છે.ગેરકાયદે દારૂ- જુગાર ની પ્રવૃત્તિ ચલાવનારા માથાભારે બુટલેગરો પણ બેફામ બન્યા છે.ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં ચાલતી ગેરકાયદે દારૂ જુગાર ની બદી સામે અવાજ ઉઠાવનાર કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળા ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

Related Articles

Back to top button