गुजरात

વડોદરા : માતાની હત્યા કરનાર દીકરાએ કહ્યું, ‘પપ્પાએ કહ્યુ મમ્મીને ઉપર મોકલ એટલે મારી નાખી’

વડોદરા : કળિયૂગનો પરચો આપતી અને કાળજું કંપાવી નાખતી એક ઘટના વડોદરા શહેરમાં ઘટી છે. આ ઘટના એટલી ક્રૂર અને અને એટલી ઘૃણાસ્પદ છે કે તસવીરો જોયા વગર કોઈ વિશ્વાસ પણ નહીં કરે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને નશાની લતે ચઢી ગયેલા એક નરાધમ પુત્રએ  પોતાની સગી માતાની હત્યા કરી નાખી છે. એટલું જ નહીં તેણે હત્યા કર્યા બાદ કચરાના ઢગમાં માતાની લાશની સળગાવી અને ત્યાં જ ઊભા રહીને ‘ૐ નમઃ શિવાય’ના જાપ કર્યા હતા. જોકે, આ અંગે આરોપીના બહેન સજ્જનબહેનએ વાત કરતા જણાવ્યું હતુ કે, હું ઘરે આવી ત્યારે મેં મારા ભાઇને પુછ્યું તે કેમ મમ્મીને મારી નાખી ? ત્યારે આ સવાલનો વળતો જવાબ આપતા દિવ્યેશએ કહ્યું “ સપનામાં પપ્પા આવ્યાં હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ એટલે મેં મારી નાખી”.

બનાવની વિગત એવી છએ ગોત્રીના અંબિકા નગરમાં રહેતા દિવ્યેશ સરદારસિંહ બારિયા નાનપણથી પિતાની છત્રછાયા વગર માતાના ઉછેરમાં મોટો થયો હતો. 28 વર્ષના આ દિવ્યેશે 6 વર્ષની ઉંમરે જ બાપ ગુમાવી દીધો હતો. જોકે, વર્ષ 2011માં તેની માતા ભીખીબહેનનું અકસ્માત થતા એક હાથ અને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા.

ભીખી બહેને ત્યારથી વ્હાલસોયા દિવ્યેશના સહારે જીવી રહ્યા હતા. જોકે, ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો દિવ્યેશ છેલ્લા ઘણા સમયથી નશાની લતે ચઢી ગયો હતો અને નોકરી છુટી જતા છુટક કામ કરી ગુજરાન ચલાવતો હતો.

દરમિયાન સોમવારે રાત્રે કોઈ પણ કારણોસર દિવ્યેશે તેની સગી માતા પર હુમલો કર્યો હતો. કાચના ટૂકડાંના ઊપરાછાપરી ઘા કરતા દિવ્યેશની માતા ભીખી બહેનનું મોત નીપજ્યું હતું. જોકે, આટલાથી ન અટકતા આ નરાધમે ઘરના બખોલમાંથી માતાની લાશને કચરાના ઢગમાં ફેંકી દીધી હતી.

Related Articles

Back to top button