વાંસદા : ખડકાળા થી રાણી ફળિયા તરફ જતા માર્ગમાં મોટો ખાડો પડતા વાહન ચાલકોને હાલાકી
ચોમાસા દરમિયાન રસ્તાની બાજુમાં ધોવાણ થતા રસ્તા પર મોટો ખાડો પડતા વાહન ચલોકોને અકસ્માત થવાની ભીતિ
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી
વાંસદા ચીખલી હાઈવે રોડ થી ખડકાળા પેટ્રોલ પંપની સામે થી રાણી ફળિયા તરફ જતા માર્ગમાં ચોમાસા દરમિયાન રસ્તાની બાજુમાં ધોવાણ થતા રસ્તા પર મોટો ખાડો પડતા વાહન ચલોકોને અકસ્માત થવાની ભીતિ સતાવી રહી છે મોટો ખાડો પડવાના કારણે અવરજવર કરનારા વાહનચાલકોને ખૂબજ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે તંત્રના પાપે અકસ્માત થાય તો નવાઈ નથી આ વિસ્તારમાં મૉટે ભાગે ખેડૂતો અને નોકરીયાતો જે ચીખલી અને ખડકાળા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે રાત્રીના અંધકારમાં આ ખાડો ન દેખાવાના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે જેના અનુસંધાને ભીનાર સરપંચ દ્વારા કાર્યપાલક ઇજનેર શ્રી વાસદાને લેખિતમાં રજુવાત કરી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાંસદા ચીખલી હાઇવે થી ખડકાળા પેટ્રોલ પંપની સામે રાણી ફળિયા તરફ જતા માર્ગ પર વરસાદના કારણે રસ્તાની બાજુમાં ધોવાણ થતા રસ્તાની બાજુમાં મોટો ખાડો પડ્યો હતો જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે તેથી જાગૃત નાગરિક તરીકે ભીનાર સરપંચ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને આ ખાડા બાબતે લેખિત જાણ કરી ખાડો પુરી રસ્તાનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
અંદરના ગામોના લોકો મોટે ભાગે રાણી ફળિયાથી ખેડૂતો અને નોકરિયાત ખડકાળા ચીજ વસ્તુઓ લેવા કે ચીખલી અવર જવર કરતા હોય છે રસ્તામાં પડેલા ખાડાને કારણે અકસ્માત થાવનો ભય સતાવી રહ્યો છે જેનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એ જરૂરી છે – કલ્પેશભાઈ પટેલ ( સભ્ય ભીનાર ગ્રામ પંચાયત)