गुजरात

નડિયાદ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈનચાર્જ ઇજનેર મા-મ વિભાગ ના જે.કે રાઠોડ દ્વારા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ જોડે ઉધ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવ્યું

Anil Makwana

નડિયાદ

નડિયાદ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જે.કે રાઠોડે આર.ટી.આઈ.જોડે ઉધ્ધતાઇ ભર્યું વર્તન કર્યું

મળતી માહિતી મુજબ ગોવિંદભાઈ પટેલ જેઓ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ છે અને રોડ સેફ્ટી અંગે તેમજ જાહેરહિત બાબતની કામગીરી કરનાર જેઓ એ રોડ રસ્તાના થયેલ ગેરરીતી વાળા કામોની આર.ટી.આઈ ની અરજી બાબતે પૂછપરછ કરવા જતાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત નડિયાદ ખેડા ના અધિકારી દ્વારા ઉધ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું અને ઓફીસ ની બહાર નીકળો તેવા અભદ્ર શબ્દો વાપરીને હાંકી કાઢવામાં આવ્યા હતા અને તમે આર.ટી.આઈ કેમ માંગી છે અમોને ખબર છે એમ કહી ઓફીસ ની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા જો આર.ટી.આઈ, એક્ટિવિસ્ટ જોડે આવું વર્તન કરવામાં આવે તો આમ નાગરિક ની તો વાત જ ન થાય. જેથી સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો આવા ગેરવર્તન કરનાર અધિકારી પર તપાસ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરમાં આવે જેથી આમ નાગરિકને પણ બીજી કચેરીઓમાં પણ નાગરિકોનો હક મળી રહે અને બીજા અધિકારીઓ બેહુદુ વર્તન કરતા વિચારે

Related Articles

Back to top button