ગૃહમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે ચર્ચા શરૂ, પ્રદિપસિંહે કહ્યું,’દીકરીને કસાઇના હાથમાં ન જવા દેવાય’

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે વિધાનસભામાં 2 બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ જેહાદ (Love Jihad) વિરોધી બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે અને તેની પર ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આ કાયદો બન્યો છે.
‘દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય’
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે નિવેદન આપતા જણાવ્યું કે, મારા જીવનનું મોટામાં મોટું કામ આજે કરવા જઈ રહ્યો છું. હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરીએ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય. દીકરીને કસાઈઓ ના હાથમાં જતી કાયદા દ્વારા બચાવવા ગૃહ માં કાયદો લાવ્યા છીએ. તબલીગ નામની મુસ્લિમ સંસ્થા છે જેનું કામ ધર્મ પરિવર્તન નું છે આપણે સૌએ એની સામે જાગૃત થવાની જરૂર છે. અમુલ દેસાઈએ કહ્યું હતું.
‘જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ થશે’
આ સાથે તેમણે જણાવ્યું કે, આવા તત્વોની સાન ઠેકાણે લાવવા માટે આ કાયદો છે. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.