ગાંધીનગર ખાતે એ.સી માં બેઠેલા સત્તા પક્ષના નેતાઓ રાત્રે ખેતરોમાં પાણી વાળે તો જ ખેડુતની સાચી વેંદના સમજે, સંતોકબેન આરેઠીયા ધારાસભ્યશ્રી રાપર
વાગડ ના ખેડુતોને દિવસે વીજળી આપવાની બુલંદ માંગ.
રાપર
રિપોર્ટર – નરસિંહ મેવાડા
રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા દ્વારા વારંવાર વાગડ વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકાના ખેડુતોને દિવસે વીજળી આપવાની માંગ અંતર્ગત રાજયના ઉર્જામંત્રી સહિત કૃષિમંત્રી તથા વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાની તથા કરછ કલેક્ટર સમક્ષ લેખિતમાં રજુઆત કરતાં રાપર વિધાનસભા વિસ્તાર હેઠળનો રાપર અને ભચાઉ તાલુકાનો ગ્રામ્ય તથા વધુ પડતી ગીચ જાડીઓ ધરાવતો તેમજ બોર્ડર ધરાવતા આ વિસ્તારમાં જંગલી જનાવરો દ્વારા અનેક ખેડૂતોના પ્રાણ ગુમાવેલા છે તેમજ ખેડુતોને ગંભીર ઇજાઓ પણ થયેલ છે.આવી પરિસ્થિત હોઇ એ વિસ્તારના ખેડુતો તેમની વાડીએ જતાં પણ ઘણો ભય અનુભવી રહ્યા છે અને બહારથી આવતા મજૂરો ભયને લીધે કામ કરવા આવતા ન હોઇ તેથી ખેતી પડી ભાંગી છે.તેમજ અગાઉ ઘણી રજુઆત સમયે સરકારશ્રી દ્વારા અનેકવાર “ ફ્ક્ત આશ્વાશન ” (લોલીપોપ) આપવામાં આવેલ છે કે વાગડમાં વિસ્તારમાં ખેતીવાડી પાવર દિવસનો કરી આપીશું જે બાબતે આજ સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી.તેમજ વધુમાં જણાવ્યુ હતું કે હાલ આ વિસ્તારમાં ભૂંડ તથા રોઝ સહિત અન્ય ઘણા પ્રાણીઓ દ્વારા હિંસક અને જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.તેમજ આવા બનાવો ઘણા બનતા જ હોય છે તેમજ એક ખેડુત તરીકે ખેડૂતોના હમદર્દ પ્રતિનિધિ તરીકે ચુપ કેમ રહી શકાય તેવી વાત રાપર ધારાસભ્યશ્રી એ કરી હતી અંતે જણાવ્યુ હતું કે જો હજુ પણ આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો ના છુટકે ખેડુતોને સાથે આંદોલનમાં ઉતારવાની અને જરૂર પડયે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે જે ખાસ ધ્યાને સરકારને વિનંતી સહ ચીમકી આપી હતી..