ગાંધીધામ
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
ગાંધીધામ કચ્છ મધ્યે સામાજિક જાગૃતિ એકતા મિશન ના સંયોજક માનનીય કેવલ સિંહ રાઠોડ સાહેબ ની અધ્યક્ષતા હેઠળ પૂર્વ કચ્છ પોલીસ વડા ને આવેદનપત્ર આપવા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામ ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને હારા રોપણ કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી અને ગાંધીધામ ખાતે રહેતા અને કંડલા પોર્ટ માં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સ્વ ધીરજ ભાઈ સોલંકી ને આત્મહત્યા કરવા મજબૂર કરનાર વ્યાજ ખોરો જેમાં 9 આરોપીઓ ના નામ છે એ તમામ આરોપીઓ ની તાત્કાલીક ધોરણે ધરપકડ કરવામાં આવે અને જો સાત દિવસ માં આરોપી ઓ ની ધરપકડ કરવામાં નહીં આવે તો સામાજિક જાગૃતિ એકતા મિશન અને સમગ્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી