गुजरात

ડૉ. અનીઝ રતાણી (બાળકોના સર્જન) દ્વારા અતિ જટિલ સર્જરી સૌ પ્રથમવાર ચિલોડા ખુશી હોસ્પિટલ ખાતે સફડ સર્જરી કરવામાં આવી

Anil Makwana

ચિલોડા

બાળકના જન્મની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ જ્યારે મા-બાપે જાણ્યું કે તેની કરોડરજ્જુમાં મોટી ગાંઠ છે. બાળકને MRI કર્યા પછી ઓપરેશન કરવાની જરૂર જણાઈ, માત્ર 14 દિવસના બાળકને જો આ સર્જરી ન કરાય તો પેરાલીસીસ થવાની અને ગાંઠમાં પાક થાય તો મગજના સોજાથી મૃત્યુ થવાની શક્યતા હોય છે.

ડૉ. અનીઝ રતાણી (બાળકોના સર્જન) આ જટિલ સર્જરી કરવાની અને બાળકને સંપૂર્ણ સ્વસ્થ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવી. તેઓ બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદ સિવિલમાં આવી સર્જરીનો બહોળો અનુભવ ધરાવે છે. આ ઓપરેશન માટે એનેસ્થેટીસ્ટ ડૉ. માનસી અને સારવાર માટે બાળકોના ડૉક્ટર નાણાવટી સાહેબે ખુબ મહેનત કરી, આ બાળક સ્વસ્થ થયુ અને તેને ઘરે રજા આપી દેવામાં આવી છે. બાળકના મા-બાપ અને કુટુંબીજનો આ ઓપરેશનથી ખુબ જ ખુશ છે…

Related Articles

Back to top button