गुजरात

ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં તસ્કરોનો તરખાટ જંબુસર પોલીસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ…?

જંબુસર પંથકમાં પત્રકારોને નિશાન બનાવતા તસ્કરો સુનિયોજીત કાવતરાની ગંધ...!

જંબુસર

રીપોટર – સાજીદ મુનસી, ફારુક સૈયદ કાવી

શહેરમાં અસંખ્ય ઘરફોડ ચોરીઓ થયેલ છે પરંતુ આજદિન સુધી જંબુસર પોલીસ થી ચોરો પકડાયા નથી. તસ્કરો દ્વારા ચોરી કરાવવામાં આવે છે કે ચોરતાઓ જાતે જ ચોરી કરે છે તે પોલીસ માટે પેચીન્ડો પ્રશ્ન.

જંબુસર ડાભા ચોકડી તવકકલ સોસાયટીના બંધ મકાનમાંથી કોઇ તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનુ તારું તોડી મકાન માં પ્રવેશી તિજોરીમાં મુકેલા સોનાનો હાર તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૦૭૦૦૦ એક લાખ સાત હજાર મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જતા જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર ડાભા ચોકડી પાસે તવક્કલ સોસાયટી ઘર નંબર ૩૮ માં રહેતા પત્રકાર સદ્દામહુસેન બસીરભાઈ ભટ્ટી ગત તારીખ ૧૯/૭/૨૦૨૦ ના રોજ પોતાના પરિવાર સાથે આમોદ તાલુકાના બુવા ગામે મોસાળ સાસરીમાં મહેમાની કરવા માટે ગયા હતાં અને બે દિવસ રોકાયા હતા તે દરમિયાન તસ્કરો હાથફેરો કરી ગયા હતાં..

ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે કોરોના ની મહામારી નો સામનો કરી રહ્યું છે. કોરોના મહામારી ના કારણે લોકોના ધંધા પડી ભાંગ્યા છે લોકોના જીવન નિર્વાહ ના સાધનો દિન પ્રતિદીન ટૂંકાં થતા જોવા મણી રહ્યા છે વર્ષોથી સાચવીને મૂકેલી મહામૂલી સંપત્તિ ચોરાઈ જતા મધ્યમ વર્ગ ના માનવીનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેઓ આભાસ થતો હોય છે.
અંતે ઉલ્લેખનીય બાબત એ છે કે સન ૨૦૧૮ થી જંબુસર પંથકમાં એક ચોક્કસ વર્ગ એટલે દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોને નિશાન બનાવી તેઓની સંપત્તિ લૂંટવાની પ્રયાસ જ નહીં પત્રકારો લૂંટાઇ રહયા છે. જંબુસર પોલીસ દ્વારા આ ચોરીના નોંધાયેલા ગુનાઓને ડીઈટેન કરવામાં અસમર્થ રહી છે. એટલું જ નહીં પરંતુ પોલીસ ના અસ્તિત્વ સામે જંબુસર પંથક માં પ્રશ્નાર્થ ચિન્હ લાગી રહ્યું છે? જંબુસર વિસ્તારમાં ચોરીના બનાવો રોકવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું હોય તેઓ પ્રજાને લાગી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં ૩ પત્રકારોના ઘરે ચોરી થયેલ છે.! પરંતુ આજદિન સુધી ચોરતાઓ પકડાયા નથી એટલું જ નહીં સમગ્ર દેશ જ્યારે કોરોના ના કહેરમાં સપડાયો છે ત્યારે દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો પણ કોરોના વોરિયર્સ તરીકે ની ભૂમિકા ભજવી રહ્યા છે. જંબુસર ડાભા ચોકડી સર્કલ પાસે મૂકવામાં આવેલ સી.સી.ટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે! બંધ હાલત ના કેમેરા ઓનો સંપૂર્ણ લાભ ચોરતા ઓ ઉઠાવી રહ્યા છે. જંબુસર હાઇવે ને અડી ને અસંખ્ય સોસાયટીઓ આવેલી છે. અગાઉ પણ જંબુસર શહેર માં અસંખ્ય ચોરીઓ થઈ છે. બંધ કેમેરાઓના કારણે ચોરતા ઓ આનો લાભ ઉઠાવી રહ્યા છે. જંબુસર પોલીસની નિષ્ક્રિયતા છતી થાય છે ?

Related Articles

Back to top button