गुजरात

વડોદરા : વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી, 133 લોકોનું સ્થળાંતર, મગરો રસ્તા પર

વડોદરા : વડોદરાના માથે ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. શહેરની વચ્ચેથી શર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક  સપાટીથી ફક્ત ચાર ફૂટ દૂર છે. વિશ્વામિત્રી નદી હાલ 22 ફૂટની આસપાસ વહી રહી છે ત્યારે નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસે તે પહેલાં 129 વ્યક્તિઓઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરમિયાન ગઈકાલે રાત્રે વડોદરામાં રસ્તા પર મગરના આંટાફેરા જોવા મળ્યા હતા.

વડોદરાની જીવાદોરી સમાન આજવા  સરોવર હાલમાં 211.50 ફૂટની સપાટીએ છે. 15 ઑગષ્ટ પહેલાના રૂલ લેવલના નિમયના કારણે આજવાને એક હદથી વધુ ભરી શકાય તેમ ન હોવાથી ચોક્કસ લેવલ પર રાખવામાં આવે છે, ત્યારે આજવા સરોવરમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક યથાતવત છે.

દરમિાન શહેરમાં નદીકાંઠે રહેતા લોકોને તંત્ર દ્વારા ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરમાં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાંથી 87 અને કારેલીબાગ જલારામ નગરમાંથી 20 વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે.

Related Articles

Back to top button