गुजरात

દહેગામ ભાજપ કાર્યાલય અને કોંગ્રેસના કાર્યાલયમાં મેન્ડેડ લેવા ઉમેદવારોની ભારે ભીડ

અનિલ મકવાણા

દહેગામ

રિપોર્ટર – અનિલ મકવાણા

દહેગામ તાલુકા અને શહેરમાં નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોએ પોતાના પક્ષમાં ફોર્મ માટે એડીચોટી જોર લગાવ્યું દહેગામ ભાજપ કાર્યાલય અને કોંગ્રેસના કાર્યાલયમાં ઉમેદવારોની ભારે લાઈનો ઉમેદવારોની દોડધામ ચાલુ ઉમેદવારીમાં પોતાના નામ સિલેક્ટ થાય તેના માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઘરે ઉમેદવારોના આટા ફેરા ચાલુ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેર માં હાલમાં નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના પક્ષમાં પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તેમાં જિલ્લા અને તાલુકાની સીટોમાં ફોર્મ ભરાતા આ બંને પક્ષના પોતાના નામ સિલેક્ટ કરવા માટે ગાંધીનગર ના ભાજપના આગેવાનો કોંગ્રેસના આગેવાનોના દ્વાર ધરમ ધક્કા ચાલુ કર્યા. બીજી બાજુ દહેગામ શહેર અને તાલુકામાં ધારાસભ્ય માજી ધારાસભ્ય અને ભાજપ અને કોંગ્રેસના પ્રમુખોની કાર્યાલયમાં પોતાના નામોની પસંદગી માટે ભારે ભીડ જોવા મળી રહી છે.

Related Articles

Back to top button