गुजरात

ધાર્મિક લઘુમતીઓ અને બહુજન પારસ્પરીક સંવાદ અને વેદનાનું પુસ્તક વિમોચન કરવામાં આવેલ હતું.

Anil Makwana

અમદાવાદ

શ્રી કમલ કાદરી નિવૃત્ત કર્મચારી મિત્રોના માધ્યમ થી આજે તારીખ 25/09/2020 ના રોજ જુહાપુરામાં એક ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં માનનીય નીરજકુમાર ચૌહાણ રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ઇકલબાલ અહેમદ મિરઝા જમાતે ઇસ્લામે હિંદ , માનનીય રાજ્ય ક્રિશ્ન , પ્રોફેસર રજનીકાંત ચૌહાણ ગાંધીનગર, દાફડા લલિત ભાઈ બુદ્ધિજીવી વર્ગ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે તમામ બુદ્ધિ જીવી વર્ગ તરફથી સમાજ મા એકતા અને અખંડિતા બની રહે સમાજ સમાજ વચ્ચેના મતભેદ દૂર થાય અને દરેક લોકો પોતાના સંવિધાન અધિકાર માટે જાગૃત થઇને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે અને લોકોને મદદ કરતા રહે તે બાબતે શાંતિ અને પ્રેમ નો સંદેશ આપવામાં આવ્યો. પુસ્તક વિમોચન માં વેદનાની ચીખ ના લેખક ભાનુભાઇ સતત દલિત આદિવાસી મુસ્લિમ અને માઈનોરિટી સમુદાયના અત્યાચારો ને દેખીને બહુ ચિંતિત રહેતા હતા અને એમના અંતર આત્માની વેદના આ પુસ્તક માધ્યમ થી લોકોના સમક્ષ મૂકવામાં આવી. માનનીય ચૌહાણ સાહેબ જેઓ કાયદાના જાણકાર અને સામાજિક કાર્યકર્તા છે તેઓના વક્તવ્યમાં જણાવ્યું કે ગુજરાત મા બનાસકાંઠા જિલ્લો અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચારના મોખરે રહી પરંતુ અહીંયા અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાયના ઉપર અત્યાચાર થાય અને પ્રાથમિક રિપોર્ટ (FIR) નોધાવવા જાય પંરતુ 24 કલાક સુધી પીડિત પરિવાર ને પોલીસ સ્ટેશન બહાર બેસી રહેવું પડે અને જ્યારે સામાજિક કાર્યકર્તા અથવા આગેવાનો અપીલ કરવામાં આવે અથવા જન આંદોલન કરવાની ચમકી આપવામાં આવે ત્યારે FIR રજીસ્ટર કરવામાં આવે છે મતલબ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર મા પોલીસ તંત્ર બહુ ઠિલી નીતિ રાખે છે એટલે અપરાધી લોકોમાં ભય નો માહોલ સ્થાપિત કરવા માટે ની પરક્રિય હાથ ધરવી જોઈએ તેમજ ચૌહાણ સાહેબ કહેલ કે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ટીમ કાનૂની મદદ પણ મફત આપે છે . અને નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી આવેલ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ એકટ ના જજમેંટ ના વિરોધ મા સરકાર સુપ્રીમ કોટમાં જાય એ માટે ગુજરાત અનુસૂચિત જાતિ જનજાતિ ના જન પ્રતિનિધિ લોકોને આવેદન પત્ર ના માધ્યમ થી વિનતી કરવામાં આવે છે તેવી જાણકારી તેમના વક્તવ્યો ના માધ્યમ થી જાણવા મળેલ છે. અંતે તમામ લોકોને ચા – નાસ્તો લીધો અને અને છૂટા પાડયા પરંતુ તમામ કાર્યક્રમ સોશ્યલ ડીસ્ટન્ટસ રાખીને કરવામાં આવેલ હતો.

Related Articles

Back to top button