गुजरात
ગાંધીધામ મધ્યે આવેલ ગુરુકુળ ની બાજુમાં રહેતા સ્વ ધીરજભાઈ મફાભાઇ સોલંકી જેમ ને આત્મા હત્યા કરી છે આરોપીઓની ધરપકડ કરવા વિવિધ સંગઠનો દ્વારા આવેદન પત્ર આપ્યું
Anil Makwana
ગાંધીધામ
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી.સાથે કેમેરા મેન
નથુભાઈ ગોહિલ
ગાંધીધામ મધ્યે આવેલ ગુરુકુળ ની બાજુમાં રહેતા સ્વ ધીરજ ભાઈ મફાભાઇ સોલંકી જેમ ને આત્મા હત્યા કરી હતી જેમને એક સુ સાઈડ નોટ મળી આવી હતી અને વિડિયો પણ મળેલ હતા. જેમણે તા. 06/09/2020 ના રોજ સુ સાઈડ કરેલ હતું છતાં હજુ સુધી આરોપી ઓની ધરપકડ કરવામાં આવેલ નથી
જેથી સામાજિક એકતા જાગૃતિ મિશન અને ગુજરાત રૂખી સમાજ પરિષદ ગાંધીધામ અને ભીમ યુવા સંગઠન ગાંધીધામ કચ્છ અને ભીમ આર્મી ગાંધીધામ કચ્છ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામા આવે એવી અમારી માંગ છે અને જો દિવસ 7 ની અંદર કાર્યવાહી કરવામાં નહી આવે તો અમો ઉગ્ર આંદોલન પણ કરશું તેવી પણ ચીમકી આપી છે