गुजरात

સુરત : આ 10 વર્ષની દીકરીનો ત્યાગ જાણીને ગર્વ થશે, કેન્સર પીડિતો માટે કર્યુ મોટું દાન

સુરત : 10 વર્ષની ઉંમરે આજકાલ બાળકોને જયારે ગેમિંગ અને ઓનલાઇન વર્ચ્યુઅલ દુનિયા સિવાય કોઈ વાતમાં રસ નથી પડતો ત્યારે સુરતની એક દીકરી 10 વર્ષની ઉંમરે સમાજના વડીલોને પ્રેરણા આપી છે. શહેરની આ દીકરીએ 10 વર્ષ સુધી ન કપાવેલા 30 ઇંચ (30 inches long hair) જેટલા લાંબા વાળને એક ઝાટકે કપાવી નાંખીને સમાજને પ્રેરણા મળે તેવું કામ કર્યુ છે. જોકે, દીકરીનો આ ત્યાગ જાણીને તમને પણ ગર્વ થશે અને તમે પણ કહેશો કે ખરેખેર દીકરીએ ખૂબ ઉત્તમ કામ કર્યુ છે.

વાત જાણે એમ છે કે સુરતની માત્ર 10 વર્ષની તરૂણી દેવના દવેએ પોતાના 30 ઈંચ લાંબા અને 10 વર્ષમાં એકપણ વાર વાળ કટ ન કરાવેલા વાળ કેન્સર પીડિતો માટે કપાવી અને દાન કર્યું છે. દેવનાએ બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર પણ ફેરવવા દીધી નથી. દેવના એક ચાઇલ્ડ આર્ટિસ્ટ છે તેણે વેબસીરિઝમાં પણ કામ કર્યું છે અને સમાજને પરત આપવાના હેતુથી તેણે આ ઉમદા કાર્ય કર્યુ છે.

આજે આ દીકરીએ પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે ડોનેટ કર્યા છે. કીમો થેરાપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સર પીડિતો પોતાના વાળ ગુમાવી દે છે ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઉભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમ નો અનુભવ ન થાય તે માટે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતભરની બહેનો આ અભિયાનમાં જોડાઈને તેમના વાળ વિગ બનાવવા માટે ડોનેટ કરી રહી છે. આજે સુરતની 10 વર્ષની દીકરી દેવના પણ અભિયાનનો જ એક ભાગ બની હતી.

Related Articles

Back to top button