गुजरात

સુરતમાં ઇમારત ધરાશાયી થતા નીચે સૂતેલા ત્રણ લોકોનાં મોત, બિલ્ડર સામે દાખલ કરાઇ FIR

સુરતમાં રાંદેર રોડ ખાતે વહેલી સવારે એક દૂર્ઘટના ઘટી છે. રાંદેરમાં આવેલી એક ઇમારતનો ભાગ ધરાશાયી થતાં તેની નીચે સૂતા ત્રાણ લોકોનાં મોત થયા છે. આ જર્જરિત બિલ્ડિંગને ત્રણ વર્ષ પહેલા જ ખાલી કરાવી દેવામાં આવી હતી. આ સાથે બિલ્ડરને પણ બિલ્ડિંગ પાડવાની નોટિસ આપી દેવામાં આવી હતી. પરંતુ ઇમારત જેમની તેમ જ રહેવા દીધી હતી. હાલ આ બિલ્ડીંગે ત્રણ લોકોનાં ભોગ લીધા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. હાલ મોટી સંખ્યામાં અહીં પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે તંત્રએ આ દૂર્ઘટના બાદ બિલ્ડિંગનાં બિલ્ડરની સામે ત્રણ લોકોના મોત માટેની ફરિયાદ દાખલ કરી છે. નોંધનીય છે કે, જર્જરિત ઇમારતમાંથી રહેતા લોકોને ખાલી કરાયા હતા પરંતુ અહીં નીચેનાં માળમાં બેથી ત્રણ દુકાનો ચાલુ હતી.

Related Articles

Back to top button
preload imagepreload image