જુનાગઢ ના કેશોદમાં ડો. આંબેડકકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયાની ઉપસ્થિતમાં “સાત પગલાં ખેડૂત કલ્યાણના” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો..
Anil makwana
જુનાગઢ
રિપોર્ટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ
ગુજરાત સરકાર ખેડૂતો માટે હંમેશા મદદ રૂપ અને ચિંતા કરનારજૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ડો.આંબેડકકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયા,ધારાસભ્ય,માજી ધારાસભ્ય, કાર્યકર્તાઓ, અને ખેડૂતોની ઉપસ્થિતમાં ખેડૂતોના હિત માટે અને ખેડૂતોન લાભર્થે દેશી ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી’ ‘આત્મ નિર્ભર પેકેજ ‘ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સાત પગલા ખેડુત કલ્યાણના ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .ધરતીપુત્રોના કલ્યાણ માટે રાજ્ય સરકાર હંમેશાં કટિબદ્ધ રહી છે, એવો મત વ્યક્ત કરી, ડો આંબેડકકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન ગૌતમ ગેડિયાએ જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતનો વિકાસ થશે તો જ દેશ, રાજ્ય માનવ સમાજનો વિકાસ થશે. જેને ધ્યાને લઈને ખેડૂતો માટે રાજ્ય સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણ હેઠળ સાત નવી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતનો પાક તૈયાર થયા બાદ તેનો સંગ્રહ કરી શકે તેમજ પોષણક્ષમ ભાવ મળે ત્યારે મરજી મુજબ વેચાણ કરી શકે તેવા આશયથી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવી છે. 75 હજાર સુધીની સહાય રાજ્ય સરકાર આપી રહી છે તેનો મહત્તમ ઉપયોગ લેવાનો અનુરોધ કર્યો હતો..