गुजरात
આ વરસાદની મોસમમાં જામરાવલ ગામ 8 વાર ફેરવાયુ બેટમાં, લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર
રાજ્યમાં ફરી એકનાર વરસાદનો નવો રાઉન્ડ વરસી રહ્યો છે. ત્યારે હજી હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં પાચં દિવસ મધ્યમથી ભાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વર્તુ 2 ડેમના કાલે ફરીવાર દરવાજા ખોલાતા દ્વારકાનાં જામરાવલ ગામમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકોને ગામની અંદર હોડીમાં બેસીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ વરસાદની સીઝનમાં જામરાવલમાં કુલ 8 વાર પાણી ગામમાં આવી જતા આઠ વખત ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. જેના કારણે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉપરવાસમાંથી છોડવામાં આવી રહેલું પાણી વર્તુ-2 ડેમમાં ઓવરફ્લો થતા આ ડેમના 4 દરવાજા વધુ દોઢ ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જેના કારણે જામરાવલમાં હાઇસ્કૂલ સુધી પહોંચ્યા છે. આ ગામનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હોડીમાં બેસીને અવરજવર કરી રહ્યાં છે.