દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં નિગ્રો જાતિના લુટારુઓએ કાવીના વ્યક્તિઓને માર મારી લૂંટી લીધા.
Anil Makwana
રીપોર્ટર – ફારુક સૈયદ કાવી
જંબુસર તાલુકાના કાવી ગામના વ્યક્તિઓ રોજગારી મેળવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં સ્થાયી થયા હતા તેઓ પોતાના ધંધાર્થે દુકાન પર જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો જાતિના લૂંટારૂઓએ લૂંટના ઇરાદે આવી તેમને બંદૂકના કુંડા વડે માર મારી રોકડ રૂપિયા લઈને ભાગી છૂટયા હતા.
થોડાક દિવસો પહેલા જ દક્ષિણ આફ્રિકાના વેનડા ટાઉનમાં ભરૂચ જિલ્લાના વોરાસમની ગામના યુવાન પર નીગ્રો જાતિના લૂંટારાઓએ કરેલા હુમલા ની શાહી અખબારોના પાને થી હજુ સુકાઇ નથી ત્યાં જ સાસરોદ ગામના યુવાન ને નીગ્રો લૂંટારુએ ગન તાકી ગાડીમાંથી રોકડ રકમ અને ઘરેણા ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અને લોકોના મુખે થી શબ્દો હજુ ભુસાયા નથી ત્યાં જ જંબુસર તાલુકાના કાવી ગામના યુવાનોને નીગ્રો જાતિના લોકોએ મારમારી રોકડ રકમ લઇ ભાગી ગયા હતા.
કાવી ગામના બે યુવાનો દક્ષિણ આફ્રિકાના જનીન શહેરમાં નિત્યક્રમ મુજબ દુકાન પર ધંધાર્થે જતા હતા ત્યારે રસ્તામાં નીગ્રો જાતિના લોકોએ લૂંટના ઇરાદે આવી બંદૂકના કુંદા વડે ત્રણેવને મારમારી તેમની પાસેથી એક લાખ ૬૦ હજાર રોકડા લૂંટી ભાગી છૂટયા હતા. આમ થોડાક જ દિવસોમા દક્ષિણ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના ત્રણ બનાવો લૂંટના બનવા પામેલ છે. કાવી ગામના ત્રણ વ્યક્તિઓ લૂંટના ભોગ બન્યા હતા. ભરૂચ જિલ્લાના યુવાનો ઉપર છાશવારે થઈ રહેલા નીગ્રો જાતિના લૂંટારુઓ દ્વારા હુમલાઓથી ભારત ખાતે રહેતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યા હતો.