गुजरात

અમદાવાદ : ‘એણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે, વીડિયો Viral કરી દઈશ’

અમદાવાદ : લૉકડાઉનમાં કરેલી મદદનો લાભ ઉઠાવવા માંગતા એક નરાધમની કરતૂતોનો પર્દાફાશ થયો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન પરિવારની કથળેલી આર્થિક પરિસ્થિતિર્થિક મદદના બદલમાં યુવતી સાથે મિત્રતા બાંધવા દબાણ કરતા નરાધમના તાબામાં યુવતીના આવતા આરોપી એ યુવતીની સગાઈ તોડવાનો પણ પ્રયાસ કર્યો. એક યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે લોકડાઉનમાં તેની નોકરી છૂટી ગઈ હોવાથી તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. જેથી તેના પિતાના મિત્ર એ ઘરમાં કરિયાણુંનો સમાન ભરી આપેલ અને મકાન રિપેર કરવી આપવા માટે રૂપિયા દોઢ લાખ આપ્યા હતા. જોકે, યુવતી જેને પિતાના મિત્ર સમજીને પરોપકારી વ્યક્તિ માની રહી હતી તે વ્યક્તિના મનમાં મેલી મુરાદ હતી. તેની નજર યુવતી પર હતી અને તે યુવતીનું શોષણ કરવા માંગતો હતો. તેણે તાબે ન થનારી યુવતીના ફિયાન્સને ફોન કરીને કહ્યું કે ‘એણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યો છે, મારી પાસે વી઼ડિયો છે, વાયરલ કરી દઈશ’

જોકે, પિતા ના મિત્ર હોવાથી યુવતી છેલ્લા દોઢ માસ થી તેમની સાથે ફોન પર વાતચીત કરી, મજાક મસ્તી કરી ને યુવતીની સાથે મિત્રતા કરી તેને ફસાવી તેનો દુરુપયોગ કરવા માંગતા હતા. જોકે, યુવતી એ આમ ના કરવા માટે નું કહેતા જ આરોપી એ યુવતીને બીભત્સ મેસેજ કરતો હતો.

એટલું જ નહિ યુવતી જ્યારે નોકરી એ જતી ત્યારે તે તેનો પીછો પણ કરતો હતો. જો કે યુવતી આ નરાધમ ના તાબે ના થતા નરાધમ તેના ઘરે પહોંચી ગયો હતો અને પોતે કરેલ મદદ ના રૂપિયા સાત લાખ પરત લેવા માટે ની માંગણી યુવતી ના પિતાજી પાસે કરવા લાગ્યો હતો. અને તેઓ ને જાતિ વિષયક શબ્દો પણ બોલ્યો હતો.

Related Articles

Back to top button