AMC સર્વે : સ્વસ્થ થયા બાદ ફરી થઇ શકે છે કોરોના, અમદાવાદમાં હજુ હર્ડ ઇમ્યુનિટી જેવુ કશું નથી
અમદાવાદવાસીઓ માટે નિરાશાજનક સમાચાચર સામે આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા કરાયેલા સર્વેમાં એન્ટિબોડી (anti body) જોવા નથી મળી. એએમસીએ હર્ડ ઈમ્યુનિટી પર બીજો એક સર્વે કર્યો છે. આ સર્વે 10 હજાર લોકો પર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં પુરવાર થયું છે કે, એ માત્ર ભ્રમ છે કે, કોરોના પોઝિટીવ થયાં પછી એન્ટી બોડીને કારણે બીજી વાર કોરોના ના થાય. આ સર્વેમાં સામે આવ્યું છે કે, 40% લોકોમાં એન્ટી બોડી લુપ્ત થઈ ગઇ છે જેનો અર્થ એ કે કોરોના સામેની પ્રકિરોધકતાનો અભાવ છે. એટલે એ લોકોને પણ ભવિષ્યમાં કોરોના થઈ શકે છે. ICMRની ગાઈડલાઈન અનુસાર 70થી 80 ટકા લોકો કોરોના સંક્રમિત થાય તો હર્ડ ઈમ્યુનિટી વિકસી શકે છે.
આ સર્વેનાં તારણમાં જણાવવામાં આવ્યું છે કે, લોકોમાં હર્ડ-ઈમ્યુનિટી જેવું કંઇ જણાયેલ નથી. લોકો હજુ પણ નવા સંક્રમણનો ખતરો ધરાવે છે. જેથી આપણે કોરોનાની રસી ન આવે ત્યાં સુધી માસ્કનો ઉપયોગ કરવો જોઇએ અને સામાજીક અંતર જાળવવું જોઇએ. કોરોના સંક્રમણથી બચવા માટેના પગલા આપણા અને આપણા પરિવાર માટે ઘણાં જ જરૂરી છે.