गुजरात

ગુજરાતનો ચિતાર : વરસાદનું જોર ઘટતા 24 કલાકમાં 39 તાલુકામાં મેઘો મહેરબાન, કુલ 121% વરસાદ

રાજ્યમાં 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. આંકડા પ્રમાણે વાત કરીએ તો ગુજરાતનાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમા સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં 1.36 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના પોશીનામાં 1.12 ઇંચ, કચ્છનાં રાપરમાં 1.11 ઇંચ, અને ભાવનગરનાં તળાજામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે અમદાવાદ શહેરમાં 19 એમએમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે બંગાળની ખાડી માં જે લૉ પ્રેશર સર્જાયા બાદ સિસ્ટમ બની હતી તે પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે. જેના પગલે હવે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ ની શક્યતા નથી. આ સમાચારથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

Related Articles

Back to top button