ઉનાઈના નેશનલ હાઈવે 56 પર અનંત પટેલના હસ્તે વૃક્ષા રોપણ અને ખાડા પૂજન કર્યા બાદ આખરે તંત્રે ખાડા પુરવાની કામગીરી હાથ ધરી
Anil makwana
વાંસદા
રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
વાંસદા-પંથક ઠેરઠેર ગામડાઓના રસ્તા સહિત વાપી-શામળાજી નેશનલ હાઈવે પર મસમોટા રસ્તાઓ પર અનેક ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાયું છે જેમાં.વાંસદા તાલુકા કોંગ્રેસ દ્વારા ખરાબ રસ્તાઓ મુદે અનોખો વિરોધ શરૂ કર્યો છે.ખાડા મહોત્સવ અંતર્ગત ખાડા પૂજા,ખાડામાં વૃક્ષારોપણ કર્યક્રમનો આરંભ કર્યો છે. જે બાદ તંત્ર સફાળું જાગ્યું હાઈવે પર પડેલા ખાડામાં બ્લોક નાખી ખાડા પુરવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ભીનાર ગામેથી આરંભ કર્યો છે કાવેરો નદી પુલ પર મસમોટા વરસાદી ખાડાના કારણે વાહનચાલકો તથા રાહદારીઓ ત્રસ્ત બન્યા છે.મસમોટા ખાડાનું નિર્માણ થતા જેનો ભોગ બાઈકચાલકો બનતા નાની મોટી ઇજા બનવા પામી છે. ખાડા પ્રશ્ને રસ્તાનું સમારકામ નહી થતાં વાંસદા ચીખલી ધારાસભ્ય અનંત પટેલે કોંગ્રેસ કાર્યકરો સાથે રસ્તામાં ખાડા પૂજા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજયા બાદ રેલો આવતા તંત્ર હરકતમાં આવ્યું છેઃ સરકારી તંત્રની આંખ ખોલવા માટે વાંસદા કોંગ્રેસે ખાડા મહોત્સવનો કર્યો પ્રારંભ ખાડા મહોત્સવ અંતર્ગત ખાડા પૂજા ખાડામાં વૃક્ષારોપણ,ખાડામાં બેનરો,શ્રેષ્ઠ ખાડાની જાહેરાત જેવા કાર્યક્રમો યોજી વિરોધ પ્રદર્શન શરૂ થયા જેમાં તંત્રના અધિકારી ઓ આળસ મરડીને ખાડા પુરવાની કામગીરી શરૂ કરી દીધી છે