અમદાવાદ : AMCનો દાવો, Coronaનું સંક્રમણ ઘટ્યું, રિકવરી રેટમાં વધારો થયો
અમદાવાદ : અમદાવાદ શહેરના કોરોનાના કેસ ઘટ્યા હોવાનો દાવો એએમસી તંત્ર કરી રહ્યું છે. તો બીજી તરફ માઇક્રો કન્ટેઇમન્ટ વિસ્તાર ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા તો ખરેખર એએમસી તંત્રના દાવો સાચા કે પછી માત્ર ભ્રામક પ્રચાર કરી આંકડાઓ ઓછા બતાવાની હિલચાલ ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં દિવસે દિવસે રિક્વર રેટ વધા રહ્યો છે. કેસમાં પણ ઘટી રહ્યા છે. તેમજ હવે એએમસી સંચાલિત અને ખાનગી હોસ્પિટલમા કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી હોવાનો દાવો એએમસી તંત્ર કરી રહ્યું છે.
જો કેસ ઘટી રહ્યા છે, તો પછી કેમ શહેરના માઇક્રો કન્ટેઇમન્ટ યાદીમાં ધરખમ વધારો થઇ રહ્યો છે, તેમજ એએમસી સોલિડ વેસ્ટ વિભાગે કેમ મેલા માલિક અને રેસ્ટોરન્ટ તેમજ દુકાનો પર તવાઇ બોલાવી મસ મોટો વહિવટી ચાર્જ વસૂલ કરી દુકાનો સીલ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોવિડ 19 કંટ્રોલ કરવા માટે રાજ્ સરકાર દ્વારા અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની નિમણૂક કરાઇ છે.
ડો રાજીવ કુમાર ગુપ્તાએ એએમસી વાહ વાહી કરવા માટે એક પત્ર જાહેર કર્યો છે . જેમાં એએમસી આરોગ્ય ટીમ અને રાજીવકુમાર ગુપ્તાઓ દાવો કર્યો હતો કે શહેરમાં કોરોના સ્થિતિ પર મહંત અંશે કાબુ મેળવીએ ગયો છે . એએમસીએ કોરોના દર્દીઓની સારવાર માટે સરકારી સહિત પ્રાઇવેટ હોસ્પિટલ સારવાર મળે તે માટે એપેડેમિક ડિસીઝ એક્ટ – 1987 હેઠળ ડેઝિગ્નેટેડ કોવિડ – હોસ્પિટલ જાહેરાત કરાઇ હતા.