गुजरात

આમોદ ભાંગેલા તૂટેલા રસ્તાઓ જાન લેવા પર ઉતર્યા, ટ્રક પલટી ખાતા ડ્રાઈવરને માથામાં પહોંચી ઇજા..

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

ભરુચ જિલ્લાના રસ્તાઓની નબળી હાલત અનેક વાહન ચાલકોના માટે ખતરનાક સાબિત થઈ રહી છે. જંબુસર ભરુચ માર્ગ પર આમોદ ચાર રસ્તા પર ખરાબ રસ્તાથી બચવા ટ્રક ચાલકે સર્વિસ રોડ પર ટ્રક ઉતારી દીધો. ટ્રક ચાલક માટે આ રસ્તો પણ મુસીબત ભર્યો નિવડયો. ટ્રક પલટી મારતા ચાલકને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.

ભરુચ જંબુસર હાઇવે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. આમોદ નજીક નો માર્ગ હવે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. કોઈ મોટી દુર્ઘટના સર્જે તો નવાઈ નહીં. ગુરુવારના રોજ સવારે એક દુર્ઘટના સર્જાઈ. આજે આમોદ બચ્ચોકા ઘર નજીક દરબારી ઘેટ પાસે જી.જે 10 TX 9892 નંબરની ટ્રક પલ્ટી જવાની ઘટના સામે આવી છે સદનસીબે ટ્રક ચાલકનો બચાવ થયો. મુખ્ય માર્ગોની નબળી હાલત હવે જાન લેવા પર ઉતરી આવી છે. એવું કહેવું કોઈ અતિશયોક્તિ નહીં થાય. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી આફત સામે માર્ગોની ખસ્તા હાલત થઈ ચૂકી છે. અને માર્ગોની ખરાબ હાલતે મનુષ્યની દયનીય હાલત બનાવી દીધી છે. સ્થાનિકોની ના રજૂઆત સાંભળવામાં આવે છે ના કોઈ એક્શન લેવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટ લેવાના બિડ માટે શહેનશાહો પ્રથમ કતારમાં ઊભા થઈ જાય છે. હે મનુષ્ય તારો મનુષ્ય સાથેનો આ કેવો દુર્વ્યવહાર છે. હે માર્ગ અધિકારી, હે માર્ગ મંત્રીશ્રી મનુષ્ય પર થોડી તો દયા કરો. કેમ જીવ લેવા બેઠા છે. ભ્રષ્ટાચાર એટલો પણ ના કરો કે જીવતો માણસ ખાડામાં સમાય. તમારા બનાવેલા રોડ, રોડ નહીં જમ્પિંગ રાઈડ બની ગયા છે. ગાડીઓના સાથે માણસના હાડકાઓ પણ ઢીલા થઈ ગયા છે.
અરે ખરાબ રસ્તાઓના કારણે બેરોજગાર બનવાનો વારો રિક્ષાચાલકોને આવી ગયો છે. તેમની આજીજી પણ તમે નથી સાંભળતા, ખરાબ રસ્તાને લઈને કેટકેટલી વિનંતી કરી તમે સાંભળી ખરી ? હવે મોતના મુખમાં થી પરત ફરેલા આ માનવીને પણ સાંભળી લો. આમોદ નજીક સૌથી વ્યસ્ત આ હાઇવે છે જેની દયનીય પરિસ્થિતીથી ગાડીઓ ફસાવાના, પલ્ટી મરાવના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ગાડીઓ ખરાબ થવાના અને તેના કારણે ટ્રાફિક સર્જાવાની ઘટનાઓ હવે સામાન્ય બની ચૂકી છે. લોકો મુશ્કેલી સહન કરતાં થઈ ગયા છે. પણ તંત્ર જો હજુ ઊંઘમાંથી બેઠું નહીં થાય તો અકસ્માત અને જાનહાનિના પણ બનાવ બનશે તેને નકારી શકાય નહીં. બાકી યે ભારત હૈ, સબ કુછ ચાલતા હૈ. દેખ તમાશા પૈસે કા…

 

Related Articles

Back to top button