गुजरात

સુરત : લાજપોર જેલ ફરી વિવાદમાં, અંડરવેરમાં સેલોટેપ ચોંટાડી મોબાઇલ-પંઢરપુરી લઈ જતો કેદી ઝડપાયો

સુરતના રીંગરોડ સ્થિત સુરત સીટી ભજીયા વેચાણ કેન્દ્ર પર કામ કરતા લાજપોર મધ્યસ્થ જેલના પાકા કામનો કેદી અંડરવેરમાં સેલોટેપ ચોંટાડી ચાર મોબાઇલ અને પંઢરપુરી ઘુસાડતા રંગેહાથ ઝડપાય જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજયની અત્યંત આદ્યુનિક જેલ ગણાતી એવી સુરત ની લાજપોર મધ્યસ્થ જેલફરી વિવાદ માં આવી છે ફરીએક વાર અહીંયા આરોપી મોબાઈલ ફોન સાથે પ્રતિબંધિત વસ્તુ પોહ્ચાડવાનું નેટવર્ક ઝડપાયું છે લાજપોર જેલમાં પાકા કામના કેદી દ્વારા પ્રતિબંધિત વસ્તુ ઘુસાડતા રંગેહાથ ઝડપાયો છે.

રીંગરોડ સ્થિત સુરત સીટી જેલ ભજીયા વેચાણ કેન્દ્ર ખાતે પાકા કામના કેદી આકાશ છનાભાઇ રાઠોડ ગત સાંજે રાબેતા મુજબ ભજીયા વેચાણ કેન્દ્ર પરથી પરત આવ્યો હતો. આકાશ જેલના મેઇન ગેટથી અંદર પ્રવેશી રહ્યો હતો ત્યારે જડતી સિપાઇ લલીત ચૌધરીને શંકા જતા તેને અટકાવ્યો હતો અને તુરંત જ જેલના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.

ત્યાર બાદ અંગ જડતી કરવામાં આવતા આકાશે અંડરવેરમાં પ્લાસ્ટીકમાં પેક કરી સેલોટેપ લગાવી પોટલુ બનાવી તેમાં છુપાવીને 2 સેમસંગ અને 2 નોકીયા કંપનીના મળી ચાર મોબાઇલ ફોન અને પંઢરપુરીના 15 નંગ પેકેટ મળી આવ્યા હતા. રોજ ભજીયા વેચાણ કેન્દ્ર પર ડ્યુટી પર જતા આકાશ પાસેથી પ્રતિબંધિત મોબાઇલ અને પંઢરપુરી મળી આવતા જેલ સ્ટાફ ચોંકી ગયો હતો અને આકાશની પુછપરછ કરતા જેલમાં કેદ રાહુલ ઉર્ફે સેન્ડી ઉદયચંદ ઝા એ પૈસા આપવાની લાલચ આપી મંગાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

Related Articles

Back to top button