આમોદ શહેરમાં વરસાદને લઈને 13 કરોડ રૂપિયા ના રોડ ની સતત બીજા વર્ષે પણ ગંભીર પરિસ્થિતિ
Anil Makwana
આમોદ
રિપોર્ટર. જાવીદ મલેક
આમોદ શહેર જાણે બોરીબમણી નું ખેતર તેવી રીતે આમોદ માં રોડ ના કામ થાય છે. આજુબાજુ મા રોડનું ધોવાણ રોડની સાઈડમાં અને સેન્ટર માં ,3 4,5,ફૂટ જેવા ખાડા પડી ગયાં છે .રિપોર્ટર જાવીદ મલેક સતત 3 થી 4 દિવસ થી તેમને આ ખાડા ઓના વીડિયો પણ રોજ રોજ ના મોકલે છે. છતાંય સાહેબ1 જ જવાબ આપે છે ગાડી મેટલ લઈને નિકણી ગયેલ છે બસ આવતી જ હશે. પાછલાં3 દિવસ થી કેટલીક ગડીઓ ને રોજ સ્થાનિક નાગરિકો ખાડાઓ થી બહાર કાઢવામાં મદદરુપ થાય છે. જ્યારે એક બાજુએ ભયજનક ગાબડા પડયા છે,જાે હવે વધારે રોડ ધોવાય અને ગાબડા મોટું થાય તો દૂર્ધટના સર્જી શકે છે,જેને લઈને તંત્ર દ્વારા તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
આમોદ શહેરમાં 3 દિવસથી ભારે વરસાદ પડવાનાં કારણે મેન હાઈવે પર જ મસમોટા તણાવ ભરાયા છે. એક બાજુ પોલીસ ની જીપ ફસાય છે જ્યારે કેટલીક જગ્યાએ મોટા ટ્રેલર ફસાયા છે. જ્યારે એક બાજુએ ગેસ ના બોટલ ભરેલી ગાડી પલટી મારતા મારતા રહી ગઈ છે. જો એ ગેસના બોટલ ભરેલી ગાડી પલટી ખાય જાય તો ખૂબ જ મોટી જાનહાની થઈ જાત, આવું લાગી રહ્યું છે કે જાણે તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તત્યારબાદ જ જાગશે. સેન્ટ્રલ રોડ ખરાબ રહેવાથી કેટલીક ગાડીઓ સર્વિસ રોડ પરથી પસાર થાય છે.અને સર્વિસ પર પણ મસમોટા ખાડા ઓ પડે છે અને ગટરો પણ તૂટી ગઈ છે. જ્યારે બીજી બાજુ ભુવા પણ પડી ગયાં છે. ભરૂચ આમોદ, જંબુસર થઈ વડોદરા અને દહેજ, ઈન્દ્રષ્ટિયલ વિસ્તારમાં જતો માર્ગ, અને કાઠિયાવાડ જતો માર્ગ નેશનલ હાઈવે ને જાેડતો આ મુખ્યમાર્ગ હોઈ અહિયાંથી દિવસ દરમિયાન હજ્જારો વાહનો અવર જવર કરતા હોય છે,ત્યારે જાે તંત્ર દ્વારા આ તુટેલા બ્રીજનાં રોડનું તાકીદે સમારકામ કરવામાં નહી આવે તો કોઈ મોટી જાનહાની થઈ શકે છે, તો તેનું જવાબદાર કોણ ?