“વાવે ગુજરાત” અંતર્ગત વાંસદા તાલુકામાં બોરીયાછ ગામે ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
વાંસદા તાલુકામાં ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી
વાંસદા
રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
વાંસદા તાલુકામાં બોરીયાછ ગામે સરદાર વલ્લભભાઈ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે વૃક્ષ એક જીવન છે સાથે સાથે જણાવ્યું હતું કે વૃક્ષોને બળતણ તરીકે વાપરવાનું બંધ કરવું જોઈએ અને બી.પી.એલ ગ્રાહકો અને અંત્યોદય ગ્રાહકોને વર્ષે ચાર વખત સિલિન્ડરઓ મફત આપવા જોઈએ જેથી લોકોએ બળતણ માટે જંગલમાં જવું ન પડે વાસદા તાલુકા પંચાયત પ્રમુખે ૭૧માં વન મહોત્સવ માટે બધાને શુભેચ્છાઓ આપી હતી અને કાર્યક્રમના અંતે બધાજ મહાનુભવોના હાથે વૃક્ષોના રોપાની રોપણી કરવામાં આવી હતી ત્યારબાદ ગામેગામ ફરી વૃક્ષોની વહેંચણી કરવા માટે વૃક્ષ રથને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા લીલીઝંડી બતાવવામા આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન કુંવર, બારૂકભાઈ ચવઘરી, રંજુભાઇ ચવધરી, કાલીદાસ એલ.ચૌધરી સરપંચ બોરીયાછ, આર.એફ.ઓ એન.એચ.ગઢવી તથા શાળાના આચાર્ય ગીરીશભાઈ એન.ગાંવીત, બૉરિયાછ ગામના ગ્રામજનો તથા સ્ટાફ પણ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સામાજિક વનીકરણ વિભાગના આર.એફ.ઓ ચંદ્રિકાબેન ટી. પટેલના માર્ગદર્શન હેઠળ એમના સ્ટાફ તથા શાળાના આચાર્ય અને સ્ટાફએ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.