દહેગામ વાસણા ચોકડી પાસેની ઝુંપડપટ્ટીમાં રખડતી ગાયે શ્રમિકને મોતને ઘાટ ઉતારી દીધો.
રખડતી ગાયો સામે ખેડૂતોએ અનેકવાર સવાલ ઉઠાવ્યા બાદ તંત્ર નિષ્ફળ નિવડ્યું.
દહેગામ
રીપોટર – આર.જે.રાઠોડ
દહેગામ વાસણા ચોકડી પાસેના પડતર મેદાનમાં ઝુંપડપટ્ટીમાં કેટલાક શ્રમજીવી પરિવારો પોતાના પેટનો ખાડો પૂરવા વસવાટ કેટલાય સમયથી કરી રહ્યા છે. જ્યાં ભરથરી પરિવાર પણ ઝુપડા બાંધી જીવન ગુજારી રહ્યા છે. આજ રોજ બપોર બાદ ભરથરી પરિવારનો એક યુવાન મજુરી કરી ઘરે આવેલ ત્યારે એક રખડતી ગાય ઝુંપડપટ્ટીમાં ફરતી હતી તે ગાયએ પ્રકાશભાઇ લક્ષ્મણભાઇ ભરથરી. ઉ.વર્ષ ૩૫.ના ઉપર હિંસક હુમલો કર્યો હતો ઝુંપડપટ્ટીના લોકો યુવાનને મોત માંથી છોડાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પણ ગાય જનારા લોકોને મારવા પાછળ પડતી હતી તેમ છતાં સામનો કરી પોતાના શિંગડા મારી યુવાનને માથાના ભાગે અને અંગે ગંભીર ઇજા પહોચાડી હતી યુવાનનાં માથામાં ગંભીર ઇજા પહોચાડી હોવાથી કાનમાંથી લોહી નીકળતું હતું. ઝુંપડપટ્ટીના રહિશોએ યુવાનને મોતના મુખમાંથી માંડમાંડ બચાવી દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડતા યુવાનને માથામાં ગંભીર ઇજા પહોચતા વઘુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન પ્રકાશભાઇ ભરથરી પ્રાણ પંખેરૂ ઉંડી જતાં પરિવારે પોતાનો મોભ ગુમાવ્યો હતો.
દહેગામમાં રખડતી ગાયોએ અનેકવાર કેટલાક લોકોને ગંભીર ઇજા પહોચતા ઇજાગ્રસ્ત બન્યા છે. અને કેટલાક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. છતાંય જવાબદાર તંત્ર અને શાસકોએ કાયદો અને વ્યવસ્થા જાળવવા નિષ્ફળતા દાખવતા સોલંકીપુરાના ખેડૂતોએ અને નાગરિક એકતા સમિતિના સભ્યો સખ્ત રજૂઆત કરવામાં આવેલ છતાં તંત્રની અને સત્તાધીસો કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ન હોવાથી તેમજ પ્રજાના ટેક્ષના લાખો રૂપિયાનુ પાંજરૂ પડ્યું પડ્યું નષ્ટ થઇ રહ્યું છે. આ ગાયો પકડવાનું પાંજરૂ કેટલાક વર્ષોથી ભંગાણ પડ્યું છે. જે ભંગાર પાંજરા પર જનતાએ પણ અનેકવાર સવાલ ઉઠાવ્યા હતાં. છતાં સત્તાધીસોની અને તંત્રની ઉંઘ ઉડતી નથી. જેના કારણે દહેગામ શહેરનાં નિર્દોષ માનવીઓ નિરાધાર બની ગયા છે.