गुजरात

અમદાવાદઃ AMCની શાળામાં બાળકો ભેગા થવા મુદ્દે શું થયો મોટો ખુલાસો? જાણીને ચોંકી જશો

અમદાવાદઃ શહેરની એલિસબ્રિજ શાળા નંબર-7 માં બાળકો એકત્ર થવા મામલે મોટો ખુલાસો થયો છે. AMCની તપાસ કમિટીએ સોંપેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. કોંગ્રેસના સ્થાનિક આગેવાને બાળકોને શાળાના અલગ અલગ વર્ગ ખંડોમાંથી એક ખંડમાં એકત્ર કર્યા હોવાનું સ્કૂલ બોર્ડ ચેરમેનનું નિવેદન છે. અલગ અલગ વર્ગખંડમાં 2-3 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા હતા. તેમજ શાળામાં હાજર બાળકોને શાળા સંચાલકોએ બોલાવ્યા ન હતા.

આ રિપોર્ટ પછી શિક્ષિકા પ્રીતિ પાંડેનું સસ્પેન્શન રદ કરી દેવામાં આવ્યું છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉભા થતા સ્વૈચ્છીક શાળામાં મોકલવામાં આવ્યા હતા. શાળાએ વિદ્યાર્થીઓને બોલાવ્યા હોય તો 50 વિદ્યાર્થીઓ આવે,14 વિદ્યાર્થીઓ માત્ર કેમ આવે? તેવો પ્રશ્ન એએમસી સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેન્દ્ર તોમરે કર્યો હતો.

Related Articles

Back to top button
preload imagepreload image