અમદાવાદ : જઘન્ય કિસ્સો, પતિ પત્નીને પોતાના મિત્રો સાથે ફ્લર્ટ કરવા દબાણ કરતો, દહેજ લાલચુ સાસરિયા સામે ફરિયાદ
અમદાવાદ: પોષ વિસ્તારમાં રહેતી અને ટ્રાવેલ્સનો બિઝનેસ ધરાવતી પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેના સાસરિયાઓ દહેજ લાલચુ હતા. લગ્નમાં તેના માતા પિતાએ 40 તોલા જેટલું સોનુ ચઢાવ્યું તોય સંતોષ ન થયો અને સાસરિયાઓ એ 100 તોલા સોનાની માંગ કરી હતી. તેનો પતિ પણ દારૂ અને જુગાર ની લત ધરાવતો અને લગ્ન પહેલા એમબીએ ની ડીગ્રી હોવાનું કહી લગ્ન કર્યા હતા, જોકે તે વાત ખોટી નીકળી હતી.
આટલું જ નહીં પતિ અવાર નવાર પિયરમાંથી કેમરી કાર લાવવાનું દબાણ કરી તેના મિત્રો સાથે ફ્લર્ટિંગ કરવા દબાણ કરતો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી 31વર્ષીય યુવતી ઇસ્કોન વિસ્તારમાં ટ્રાવેલ એજન્સી ધરાવી બિઝનેસ કરે છે.
તેના લગ્ન વર્ષ 2002માં જોધપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ ખૂબ સારી રીતે આ યુવતીને રાખતા હતા. પરંતુ એક મહિના બાદ આ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીના આક્ષેપ છે કે તેના સાસરિયાઓએ ચાલીસ તોલા સોનું ઓછું લાવી છે ‘તારા ઘરમાં તો એકની એક દીકરી હોવા છતાં તને તારા માતા-પિતાએ સો તોલા સોનુ (Demand for 100 gram gold) આપ્યું નથી’