गुजरात

અમરેલી નજીક અકસ્માત સર્જાતાં સાસુ-વહુ સહિત 4નાં મોત, ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

અમરેલી બગસરા રોડ ઉપર બાબાપુર ગામનાં પાટીયા નજીક ગાધડકા ગામની એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલા સાસુ-વહુ તેમજ બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે ત્રણને ગંભીર હાલતમાં 108માં અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ગાવડકા ગામનાં એક જ પરીવારનાં ચાર સભ્યોનાં કરૂણ મોત નિપજતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અમરેલી નજીક બગસરા રોડ ઉપર આવેલા ગાવડકા ગામનો ત્રણ બહેનોનાં સાત સભ્યોનો પરવાર મારૂતિ જેન કારમાં ગાવડકાથી કુંકાવાવ ગામે જઈ રહેલ હતાં. કારમાં દાગીનાની ખરીદી કરવા જઈ રહેલા પરીવારમાં હસી ખુશી અને આનંદની છોળો વચ્ચે ઘરેથી કારમાં નિકળી હજુ 15 મિનીટ થઈ હતી અને કાર બાબાપુર ગામનાં પાટીયાથી આગળ જઈ રહી હતી ત્યાં જ સામેથી આવી રહેલા કાળમુખા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાયેલ હતી.

ગમખ્વાર અકસ્માતતી આનંદની પળો ગમમાં ફેરવાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળથી બુકડો બોલી ગયેલ હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતનાં ધડાકાનાં અવાજથી આસપાસ ખેતરોમાં કામ કરતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. તેમજ રોડ ઉપરથી પસાર થતાં લોકોએ 108ને જાણ કરતાં અમરેલી અને બગસરાની 108 ઘટનાં સ્થળે દોડી ગયેલ હતી. સેવાભાવી લોકોએ કારમાં ફસાયેલા સાત લોકોને બહાર કાઢેલ હતાં. જેમાંથી બે મહિલાનાં ઘટનાં સ્થળે મોત નિપજેલ હતાં. જયારે બે માસુમ બાળકોએ રસ્તામાં દમ તોડી દીધેલ હતો. એકજ પરીવારનાં સાસુ વહુ અને બે બાળકોનાં મોત નિપજેલ હતાં.

Related Articles

Back to top button