गुजरात

બોગસ સર્ટિફિકેટ આપીને SMCમાં મેળવી લીધી નોકરી, ભાંડો ફૂટતા થઇ ફરિયાદ

સુરત મહાનગરપાલિકામાં બેલદાર માટેની નિયત શૈક્ષણિક લાયકાત કરતા વધુ લાયકાત ધરાવતા હોવાછતાં શૈક્ષણિક લાયકાતના બોગસ પુરાવા રજૂ કરી નોકરી મેળવનાર એક મહિલા સહિત ચાર વિરૂધ્ધ મહાનગર પાલિકા દ્વારા ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે

મહાનગરપાલિકાના રીક્રુટમેન્ટ વિભાગના પર્સનલ ઓફિસર ડીક્સન માઇકલ ક્રિશ્ચિયને મનોજ પ્રેમજી બગડા, અરિવંદ રામઅવતાર યાદવ, પ્રકાશ મુકેશ પટેલ અને કલાવતી ધર્મેન્દ્ર કંથારીયા વિરૂધ્ધ મહાનગર પાલિકા દ્વારા લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે. મનપામાં બેલદારની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધો. 4 પાસ અને વધુમાં વધુ ધો. 9 છે. પરંતુ મનોજ બગડા મોરાભાગળની લોકમાન્ય સ્કુલમાં ધો. 12 અને નવયુગ કોલેજમાં અભ્યાસ કર્યો હોવા છતા બેલદારની નોકરી મેળવવા સાવરકુંડલાની શાળામાંથી ધો. 7નો અભ્યાસ કર્યાના બોગસ પુરાવા ઉભા કરી રજુ કર્યા હતા.

Related Articles

Back to top button