કૉંગ્રેસના વધુ એક MLA કોરોના પોઝિટિવ, કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ પણ પોઝિટિવ
અમદાવાદ : રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 48 હજારને પાર થઈ ગઈ છે. આ સાથે જ 2,147 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ગુજરાત કૉંગ્રેસ ના વધુ એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ થયા છે. પેટલાદ બેઠક પરથી કૉગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે અમદાવાદ ખાતેની સિમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરાની કરજણ-શિનોર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષય પટેલે રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
મળતી માહિતી પ્રમાણે પેટલાદના ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન નિરંજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા પણ ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે. તાજેતરમાં એનસીપી સાથે છેડો ફાડી લેનારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.