गुजरात

ટ્રક ચોરીના ગુનામાં મુદ્દામાલ સાથે આરોપી જડપી પાડવામાં આમોદ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ આરોપી સહિત મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનીરિક્ષક શ્રી અભય ચૂડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલસ અધિક્ષક શ્રી રાજેન્દ્ર સિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ. જી.ગોહિલ જંબુસર વિભાગ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુના ઓ શોધી કાઢવા પોલીસ ટીમ બનાવી તજવીજ હાથ ધરવામાં આવી હતી આમોદ પો. સ્ટે.ગુ. ર. ન A -1199003200281/2020 ipc કલમ 379 મુજબ ના કામે ચોરાયેલ ટ્રક બાબતની બાતમી આમોદ પોલીસ મથકના પી. એસ. આઈ. કે. એચ. સુથાર સાહેબને મળતાં એક પોલીસ ટીમ છોટાઉદપુર મોકલી છોટાઉદપુર પોલીસની મદદથી ચોરાયેલ ટ્રક નંબર GJ-16-X-9593 ની છોટાઉદપુરના ડોન બોસ્કો સ્કૂલ નજીક ડોલોમાઇત ફેકટરી તરફ જવાના માર્ગ નજીક થી ટ્રક તેમજ આરોપીને જડપી પાડ્યો હતો,તેની પૂછપરછ કરતાં પકડાયેલ આરોપી 48 વર્ષીય મેહબૂબ હુસેન આલમ સ્ટેશન વિસ્તારમાં જોજ રોડ છોટાઉદપુર માં રહેતો હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત કામગીરી પી. એસ. આઈ. કે. એચ. સુથાર અ.હે.કો. પ્રકાશભાઈ દગદુરાવ પો.કો. સુનીલ સિંહ મહેન્દ્ર સિંહ પો.કો. સુરેશજી ગંભીરજી દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Back to top button