કોરોનાને હરાવવા માટે એક અનોખી જુંબેશ વર્લ્ડ ભરૂચી વ્હોરા પટેલ ફેડરેશન દ્વારા ભરૂચ જિલ્લા મુસ્લિમ ડૉ. એસોશીયેશન તરફથી કોરોના થી બચવા માટે તેમજ તકેદારી ના ભાગરૂપે કોવિદ 19 વિશે લોકોમાં જાગૃતતા કઈ રીતે લાવવી તેના માટે ચલાવાઈ રહી છે એક ખાસ પ્રકારની જૂંબેસ
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
સમગ્ર ભારત ભરમાં કોરોના વાયરસ જીવલેણ બની લોકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે જેને કારણે ઘણા લોકોના મૃત્યુના સમાચાર સાંભળવા મળી રહ્યા છે લોકોમાં ભય નો માહોલ છવાઇ ગયો છે જેથી કોરોનાંથી બચવા માટે સાવચેતીના ભાગરૂપે વર્લ્ડ ભરુચી વ્હોરા પટેલ ફેડરેશન ઇન્ડિયા ચેપટર લોકોમાં જાગૃતતા કઈ રીતે આવે તેના માટે ભરૂચ જિલ્લા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તરફથી એક ખાસ પ્રકારની જૂંબેશ ચલાવી રહ્યું છે ભરૂચ જિલ્લાના અલગ અલગ જાહેર સ્થળો ઉપર તેમજ ધાર્મિક સ્થળો ઉપર એટલે મુસ્લિમ સમુદાયોની મસ્જિદોમાં જઇ કોરોના વાયરસ થી કઈ રીતે બચી શકાય અને તેની સાવચેતીના ભાગરૂપે કેવા પ્રકારના પગલાં લેવા માં આવે તેની ખાસ સમજણ પૂરી પાડવા માં આવી રહી છે આજરોજ આમોદ તાલુકાના આછોદ ગામે તેઓ પધાર્યા હતા અને ગામની મસ્જિદોમાં જઈ માસ્ક પહેરવું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું તેમજ સેનેટાઇજર થી વારંવાર હાથ ધોવા જેવા મુદ્દાઓનું અમલીકરણ જરૂરી છે જે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં
ભરૂચ જિલ્લાના 5 ડોક્ટરો
ડૉ. મકસુદ સુજેલા
ડૉ. બુખારી સાહેબ
ડૉ. ઇમરાન મુન્શી
ડૉ. એજાજ દભોયા
ડૉ. સૂહેલ મલેક
આવ્યા હતા અને તેમના દ્વારા ગામની અલગ અલગ 5 મસ્જિદો માં જઈ વિશેષ કોવિડ 19 વિશે સમજણ આપી લોકોને જાગૃત કર્યા હતા