કંસારા જ્ઞાતિના કલગી સમાન નાગજીભાઈ લાલજીભાઈ સોલંકી ની જીવન ની એક ઝલક
રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ઓછા સમયમાં મોટી નામના મેળવી હતી નાગજીભાઈ
ભાવનગર
રિપોર્ટર – હરીશ પવાર
એક કહેવત છે કે કેટલું જીવો છો એ નહિ પણ કેવું જીવન જીવો છો તે મહત્વનું હોય છે આ વાતને સાર્થક કરતી વાત અહીં રજૂ કરવી છે. જેમને પોતાના જીવનકાળમાં સિંહ જેવું જીવન જીવીને હરહમેંશ લોકો માટે જીવન જીવ્યું છે જેને લીધે આજે તેમનું નામ સુવર્ણ અક્ષરે જામનગર કંસારા સમાજના અંકિત થયેલ છે એવા નાગજીભાઈ કંસારા ની વાત છે. નાગજીભાઈ કંસારા એટલે હાલાર નો સાવજ. નાગજીભાઈ જામનગર કંસારા જ્ઞાતિના ઝળહળતી કલગી સમાન આગેવાન હતા. રતનશીભાઈ ભાણજીભાઈના પરિવારના લાલજીભાઈ ના ત્રીજા પુત્ર એટલે નાગજીભાઈ કંસારા. બાળપણથી જ તેમનામાં રહેલી શક્તિઓ દેખાઈ ગઈ હતી. નાનપણથી જ સાહસિકતા થી ભરપૂર અને કુટુંબપ્રેમી હતા નાગજીભાઈ. યુવા અવસ્થામાં પગ મુકતા જ પોતાની જાત મહેનતથી કઈક નવું કરવા માટેના ઉમદા વિચારોથી પિતાશ્રી લાલજીભાઈથી અલગ થઈને પોતાનો નવો વ્યવસાય શરૂ કર્યો. વ્યવસાયમાં રાત દિવસ જોયા વગર અથાક મહેનત અને પરિશ્રમ રંગ લાવ્યો અને વ્યવસાય ક્ષેત્રે મોટી નામના મેળવી. રતનશીભાઈ ભાણજીભાઈ ના કુટુંબના કોઈ પણ શુભ પ્રસંગે તેઓના અભિપ્રાય મળ્યા બાદ જ કુટુંબના સભ્યો આગળ વધતા. કુટુંબમાં એક વડીલ તરિકે ની શાખ તેમને ઉભી કરી હતી. સામાજિક ક્ષેત્રમાં વાત કરીએ તો તેઓ પોતાની આગવી આવડત અને દીર્ઘદ્રષ્ટિ થી સમાજને હરહંમેશ મદદરૂપ બનતા આવ્યા છે. જામનગરમાં કંસારા સોશિયલ ગ્રૂપ દ્વારા આયોજિત થતા સમૂહ લગ્નોત્સવ સમારંભના પાયાના કાર્યકર હતા જે તેઓ મૃત્યુ પર્યત પોતાનું યોગદાન આપેલ. જામનગરના શ્રી ગોપેન્દ્રલાલજી ગોપાલલાલજી મંદિરના ટ્રસ્ટી તરીકે તેઓ મૃત્યુ પર્યત સેવા આપેલ હતી. તેઓ શ્રી કુટુંબ ભાવના ઉચ્ચકોટી ની હતી. પોતાના પિતાશ્રી માટે તેઓ હરહંમેશ ખડેપગે ઉભા રહીને હંમેશા કુટુંબનો મજબૂત પાયો બનીને રહ્યા છે.પોતાના પિતા લાલજીભાઈ રતનશીભાઈ એ અંગત રીતે ખરીદેલ શીતળાફળી વાળું મકાન તથા ગરબી ફળી વાળું મકાન ખરીદવા માટે તેમને નાણાકીય સહાય કરીને પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરી હતી. જેમ સતયુગમાં રામરાજ્ય માં રામે ભાઇ ભરત માટે ગાદી છોડી તેવી જ રીતે આ પરિવારના કુટુંબભાવના સાથેભાઈ ભાઈ નો પ્રેમ કહેવો હોય તે અંગે જોતા ચમનકાકા એ જે ગરબીફળીયા વાળું પોતાના હક્ક હિસ્સો હતો તે જતો કરી નાગજીકાકાને સ્વૈચ્છિક રાજીખુશીથી એ આપી દીધો.ત્યારે આ સમાજ માં અનેપરિવાર માં સતયુગ હાલ હયાત છે.અને પરંપરાગત આ પરિવાર દ્વારા જાળવી રાખ્યું છે..અહીં ભાઈ ભાઈ નો પ્રેમ જોવો હોય તો આ પરિવાર માં હાલ ની તારીખે જોવા મળશે અને નાગજીભાઈ એટલે પરિવાર.નો શ્વાસ ગણાતો અને સમાજ માટે એક મજબૂત પાયો તેઓ બન્યા હતા જેના ઉપર આજે જ્ઞાતિની ઇમારત મજબૂત રીતે અડીખમ ઉભી છે. તેમને પોતાના જીવનમાં મધુર મહેકતા વહાવી છે જેની મહેક સોલંકી પરિવારમાં આજે પણ અનુભવી શકાય છે.જીવન કઈક એવું જીવી ગયા નાગજીભાઈ નાની ઉંમરમાં જ મોટા કામો કરી કંસારામાં ઉજળા બની ગયા. અને દેશ દેશાવર માં નાગજીભાઈ ના નામથી અલગ ઓળખ હતી.આ પરિવાર સેવાકીય પ્રવૃત્તિ ધાર્મિક સંસ્થાઓ હોય કે જરૂરિયાતમદ માટે તન મન ધન થી મોખરે જ હોય. કોઈપણ વ્યક્તિ નાગજીભાઈ ઉર્ફે નાગજીબાપા પાસે કોઈ વ્યક્તિ મુંઝવણભર્યો પ્રશ્ન હોય કે પારાવારીક પશ્ર્નો ને કોઈ ને અન્યાય નથાય અને ઘી ના ઠામ માં ધી ભળી જાય તેવો ઉકેલ લાવતા જેથી જામનગર કંસારા સમાજમાં એક સિંહ ..(શેર) તરીકે ની છાપ ધરાવતા અને સમાજ ..પરિવાર ને એક ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવ્યા છે .અને આ પરિવારના ના રાજા દશરથ તરીકે એક વચન થી રહ્યા છે..મારો પરિવાર. મારો સમાજ દુઃખી ન રહે તેની ચિંતા કરતા જે આજે પરિવારે તેની યાદ સંસ્મરણો તેના નેક કામો યથાવત રાખ્યા છે..