गुजरात

ધારાસભ્ય અનંત પટેલ દ્વારા હાઇરાઈઝ લાઈટના ટાવરોનું લોકાર્પણ કરવામાં આવ્યું

Anil Makwana

વાંસદા

રિપોર્ટર – બ્રીજેશ પટેલ , સુનિલ ડાભી

વાંસદા તાલુકાના પીપલખેડ,કુરેલીયા, માનકુનિયા કંબોયા અને વાંદરવેલા જેવા ગામોમાં હાઈરાઈઝ લાઈટના ટાવરો વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
વાંસદા તાલુકાના ગામોમાં ઘણા સમયથી હાઈરાઈઝ લાઈટના ટાવરોની માંગણી ધારાસભ્ય અનંત પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલની ૨૦૧૯-૨૦ ની ગ્રાન્ટ માંથી માનકુનિયા, વાંદરવેલા, પીપલખેડ, કંબોયા અને કંડોલપાડા જેવા ગામોમાં હાઈરાઈઝ લાઈટના ટાવરો નાખવામાં આવ્યા હતા જેનો લોકાર્પણ વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પીપલખેડ ખાતે ત્રણ રસ્તા પાસે કુરેલીયા ગામે મંદિર પાસે કંબોયા ગામે મેદાન પાસે માનકુનિયા ગામે મેદાન પાસે અને વાંદરવેલા ગામે વાગટી ફળિયામા હાઈરાઈઝ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં અનંત મહાલા,મનીષભાઈ પટેલ ,રાજુ પટેલ,નીતિન પટેલ , મનીષભાઈ ભોયા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Back to top button