गुजरात

ભાવનગર જિલ્લાના પોલીસ વડા ની મહત્વની પાંખ ગણાતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુન્હેગાર નો સપાટો

Anil Makwana

ભાવનગર

રિપોર્ટર – હરીશ પવાર

પંદર દિવસ પહેલા વોરાબજાર જૈન દેરાસમ સામેના ખાચામાં શિવ ઝવેર્લસ નામની દુકાનમાંથી સોના ચાંદીના દાગીના રૂ.૧,૫૦,૦૦૦/-ચોરી થયેલ તેનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહારિક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તેદરમ્યાન પો.કો રાજેન્દ્રસિંહ સરવૈયાને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,કુભારવાડા મોતીતળાવ ખાતે રહેતો આદીલભાઇ ઉર્ફે તપેલી સ/ઓ મહેબુબભાઇ સલેમાનભાઇ મલેક તથા તેના મિત્રો એક હોન્ડા શાઇન મો.સા. રજી નંબર જી.જે.૦૪.સી.એલ- ૭૭૦૪ છે.જેમા ત્રણેય જણા ચોરી કરેલ તેનો મુદામાલ લઇને વેચવા નીકળવાના છે તેવી હકીકત મળતા મોતી તળાવ મોગલ માતાના મંદીર પાસે વોચમાં રહેતા એક મો.સા. ઉપર ત્રણેય ઇસમો આવતા તે મો.સા.ને રોકી જેમાં
(૧) આદીલભાઇ ઉર્ફે તપેલી સ/ઓ મહેબુબભાઇ સલેમાનભાઇ મલેક જાતે-સિપાઇ ઉ.૧૮ વર્ષ ૬ મહીના ધંધો-મજુરી રહે. કુંભારવાડા, મોતી તળાવ, એકતાનગર,શેરી નંબર -૦૨, મફતનગર, ભાવનગરની ઝડતી કરતા તેની પાસેથી સોના ના દાગીના મળી આવતા બીલ આધાર પુરાવા માંગતા નહી હોય (૧) સોનાની મોટી વીટી નંગ-૨૫ જેનુ વજન ૩૨ ગ્રામ ૭૩૦ મીલી ગ્રામ (૨)સોનાની નાની વીટી નંગ-૨૫ જેનુ વજન ૧૩ ગ્રામ ૩૦૦ મીલી ગ્રામ (૩) સોનાના ઓમકાર નાના-મોટા નંગ-૧૦ જેનુ વજન ૪ ગ્રામ ૭૫૦ મીલી ગ્રામ(૪)સોનાની ચુક નંગ-૧૦ જેનુ વજન ૨ ગ્રામ ૨૦૦ મીલી ગ્રામ કુલ.કી.રૂ.,૯૦,૦૦૦/-ગણી તથા લાલ કાળા કલરનો વીવો કંપનીનો મોબાઇલ કી.રૂ.૫૦૦૦/-
(૨) વિપુલ ઉર્ફે દુડી નવલભાઇ પ્રાગજીભાઇ ગોલારાણા ઉ.વ.૨૩ રહે. કુંભાર વાડા, મોતીતળાવ, એકતા નગર,શેરી નંબર-૦૨, મફતનગર, ભાવનગર વાળો હોવાનુ જણાવેલ તેની પાસેની ચાંદીના છડા લીલા મીણાવાળા છડા જે નંગ-૩૪ વજન ૧ કીલો ૫૬ ગ્રામ કી.રૂ.૩૦,૦૦૦/- તેમજ કાળા કલરનો જીઓ કંપનીનો સાદો મોબાઇલ અને કી.રૂ.૫૦૦/-
(૩) અજય ઉર્ફે શ્રધ્ધા ઉર્ફે પાયલ સ/ઓ ધીરુભાઇ મુળજીભાઇ વેગડ/કોળી ઉ.વ.૧૯ રહે.કુંભારવાડા, મોતીતળાવ, એકતાનગર, શેરી નંબર-૦૨, મફતનગર, ભાવનગર વાળા પાસેથી ચાંદીના છડા લાલ તથા લીલા મીણા વાળા છડા જે નંગ-૩૪ વજન ૧ કીલો ૭૦ ગ્રામ જેની ક.રૂ.૩૦,૦૦૦/- કબ્જે કરેલ છે. તથા કાળા કલરનો રેડમી કંપનીનો મોબાઇલ કી.રૂ.૫૦૦૦/-ગણી તથા મો.સા હોન્ડા કંપનીનુ જી.જે.૦૪.સી.એલ-૭૭૦૪ કી.રૂ.૩૫,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. લોખંડ નો સેટીંગ કામ વપરાતો સળીયો કી.રૂ.૧૦૦/-ગણી કબ્જે કરેલ છે. ઉપરોકત ત્રણેય ઇસમો પાસેથી સોના ચાંદીના દાગીના ની કી.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ -૦૩ કી.રૂ.૧૦,૫૦૦/- તથા મો.સાની કી.રૂ.૩૫,૦૦૦/- તથા એક લોખંડ નો સળીયો જેની કી.રૂ.૧૦૦/-ની મળી કુલ કી.રૂ.૧,૯૫,૬૦૦/-નો મુદામાલ મળી આવેલ જે ઉપરોકત ચીજવસ્તુઓ બીલ આધાર પુરાવાઓ વગરની મળી આવતા શકપડતી ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામા આવેલ છે.તેમજ આ ચીજવસ્તુઓ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા તેઓની સઘન પુછપરછ કરતા મજકુર ઇસમોએ કબુલાત કરેલ છે. કે આજથી આશરે પંદર દિવસ પહેલા વોરા બજારમાં આવેલ સોનીની દુકાન તોડી તેમાંથી ચોરી કરેલાની કબુલાત કરતા ઘોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ થવા માટે પોલીસ ઇન્સ.શ્રી. ગંગાજળીયા પો.સ્ટે.ભાવનગર ને સોપી આપવા તજવીજ કરેલ છે
આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના. એસ.આઇ પરાક્રમસિંહ ગોહીલ તથા હેડ કોન્સ એમ.પી.ગોહીલ તથા હેડ કોન્સ જે.વી.જાડેજા તથા હેડ કોન્સ બી.એસ.ચુડાસમા તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સ જી.જે.ગોહીલ તથા આર.એમ. સરવૈયા તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સ વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કોન્સ ઇમ્તીયાજખાન પઠાણ તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા જયદીપસિંહ ગોહીલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Related Articles

Back to top button