गुजरात

“ ગુરુપૂર્ણિમા અને જયાપાર્વતી વ્રતની ઉજવણી ” સ્મિત ફાઉન્ડેશન- ગુરુ જે અંધકાર થી પ્રકાશ તરફ લઇ જાય

Anil Makwana

અમદાવાદ

સ્મિત ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ચરેડી અને અમદાવાદ રીવર ફ્રન્ટ વિસ્તારમાં નાના બાળકો સાથે ગુરપૂર્ણિમા અને ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી. જયાપાર્વતી વ્રત એટલે ગૌરો કહેવાય છે દરેક બાળ કન્યાઓ આ વ્રત કરતી હોય છે તેમને ઉજવણીમાં ફ્રુટ,ફરારી આપ્યું હતું ત્યારે ગુરપૂર્ણિમા વિષે સમજણ પણ આપી હતી. સ્મિત ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી આનંદભાઈ પારેખ ગુરુપૂર્ણિમા વિષે વધુ કહેતા ગુરુપૂર્ણિમાં ભારતમાં વિશેષ દિવસ છે આ દિવસે ગુરુ શિક્ષક અથવા આદ્યાત્મક ગુરુનું સન્માન કરવામાં આવે છે. ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે ગુરુ મોક્ષનો સાચી રાહ બતાવનાર ભોમિયો છે. મનુષ્યનો પ્રથમ ગુરુ એટલે જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી શિક્ષિત કરનાર શિક્ષક વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મનો પાયો જ્ઞાન છે, જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. “ગુરુ બિન નહિ જ્ઞાન ” ગુરુ જ શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે આ દિવસે ગુરુ, ઋષિમુનીઓ અને સંતો દ્વારા પહેલા ભેટ આપવા માં આવતી હતી ગુરુની ભૂમિકામાં સાધકોને જ્ઞાન આપવાની છે સાથે સાથે અંદર રહેલા આત્માને જીવંત, તેજસ્વીપ્રકાશ સાથે જોડાવવામાં પણ મદદ કરે છે. ત્યારે અષાઢી પૂનમના રોજ ગુરપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે અહિયાં બાળકોને સોસિયલ ડીસ્ટન્સ સાથે અલગ અલગ રમત રમાડવામાં આવી હતી અને ગુરપૂર્ણિમાની કેટ કટિંગ કરવા માં આવી હતી. ઉપસ્થિત મહેમાનોમાં સ્મિત ફાઉન્ડેશનના ફાઉન્ડર જીત પારેખ, હર્ષ જોશી,નરેશ ચૌહાણ, પ્રિયંકા પાંડે, પ્રિન્શી પટેલ, ક્રીશ તિવારી, ઉમેશ સથવારા, યસ કડિયા,વગેરે ઉપસ્થિત રહી ગુરપૂર્ણિમાના દિવસેની ઉજવણી કરી હતી.

Related Articles

Back to top button