गुजरात

અમદાવાદ : CAના ઘરમાં થતી હતી ચોરી, અપનાવ્યો એવો માસ્ટર પ્લાન કે 7 માસ બાદ મહિલા ચોર પકડાઈ

અમદાવાદ: શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના ઘરમાં છેલ્લા સાતેક માસથી ધીરે ધીરે અમુક વસ્તુઓ ગાયબ થતી હતી. પરિવારજનો પણ ઘરમાં હાજર હોય તો વસ્તુઓ ગાયબ કેમની થાય તે વિચારમાં પડયા હતા. બાદમાં પરિવારજનોને ઘરઘાટી મહિલા પર વહેમ પડ્યો હતો. જેથી ઘરમાં તેને ખ્યાલ ન આવે તેમ સીસીટીવી લગાવી દીધા હતા. અને આખરે સાતેક માસ બાદ આ મહિલા ચોરી કરતા રંગેહાથ ઝડપાઇ જતા CA નો માસ્ટરપ્લાન તેને કામ લાગ્યો હતો.

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રત્નાકર એલિટીયર ફ્લેટમાં રહેતા જીગરભાઈ શાહ અને તેમની પત્ની એક જ ઓફિસ ધરાવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. પરિવારમાં બે સંતાન, પત્ની, માતા પિતા અને ફોઇ રહે છે. તેમનો ભાઈ અને ભાભી તેરમા માળે પેન્ટ હાઉસ માં રહે છે.

છેલ્લા ઘણા સમયથી બને ઘરમાં કામ કરવા માટે ઘરઘાટી તરીકે આશાબહેન ચૌહાણ નામની મહિલાને નોકરીએ રાખી હતી. આ મહિલા ને નોકરીએ રાખી ત્યારથી જ ઘરમાંથી અમુક અમુક વસ્તુઓ ગાયબ થતી રહેતી હતી. પરિવારજનો પણ ચિંતા માં રહેતા હતા કે ઘરના સભ્યો ઘરમાં જ હોય છે તેમ છતાં એક એક વસ્તુઓ કેમ ગાયબ થાય છે.

Related Articles

Back to top button