દહેગામ પોસ્ટ ઓફિસમાં મહિલા ક્લાર્કે ગ્રાહક સાથે કરેલ ઉધ્ધતાઇ ભર્યુ વર્તન. ખોવાય ગયેલ પાસબુકની પૂછપરછ કરતાં ગ્રાહકને બહાર નિકળી જવા રોફ જમાવેલ,
ગ્રાહક ને એક બાજુ ભગવાન નો દરજ્જો આપવામાં આવ્યો છે અને એક બાજુ ગ્રાહકને ધિક્કારવામાં આવે છે
દહેગામ
રિપોર્ટર – આર.જે.રાઠોડ.
દહેગામ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ખાતેદાર નવઘણભાઇ વાઘાભાઇ કાંગસીયા રહે. દહેગામના ગ્રાહકની પાસબુક ખોવાઇ ગઇ હતી તેની દહેગામ પોસ્ટ ઓફિસમાં જઇ પૂછપરછ કરતાં ઓફિસની મહિલા ક્લાર્કે હિરલ પ્રજાપતિને પૂછપરછ કરતાં જણાવેલ નામના પોસ્ટ ખાતેદાર સાથે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરી ને પોસ્ટ ઓફિસ બહાર નિકળી જવાની ધમકી આપતાં પોસ્ટ ઓફિસમાં કામ અર્થે આવેલા ગ્રાહકોએ આ મહિલા ક્લાર્ક હિરલ પ્રજાપતિ સામે આંગળી ચીંધી હતી. આવી મહિલાએ પોતાની ફરજ પર ગ્રાહકો સાથે નોકરીનો રોફ જમાવતા ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. દહેગામ પોસ્ટ ઓફિસમાં ઘણા સમય થી પોસ્ટ મેનેજર રિટાયર્ડ થયા બાદ નવા પોસ્ટ મેનેજર નિમણુંક કરવામાં આવેલ ન હોવાથી દહેગામ પોસ્ટ ઓફિસમાં મહિલા ગ્રાહકો સાથે મનસ્વી વર્તન અને ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરતાં ગ્રાહકોમાં અને ખાતેદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સમય દરમિયાન પોસ્ટ ઓફિસમાં પ્રેસ રિપોટરની રૂબરૂમાં હિરલ પ્રજાપતિ આપખુંદી ઉધ્ધતાઇ વર્તન કર્યું હતું.