સુરતમાં તસ્કર ટોળકી સક્રિય, ફ્લેટનાં સાતમા માળે વેપારીને ત્યાંથી રૂા. 26 લાખની ચોરી કરી ફરાર
સુરત : કોરોના વાઇરસ લૉકડાઉન પુરું થતાની સાથે જાણે સુરતમાં તરસ્કારોને મઝા પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણકે સુરતના સૌથી પોઝ ગણાતા એવા સિટીલાઇટ વિત્તરમાં એકજ અઠવાડિયામાં બીજી મોટી ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિ દરમ્યાનના કર્ફ્યૂનો ક્ડક અમલ કરાવવા રોડ પર ઠેર-ઠેર પોલીસ હોવા છતા શહેરમાં સક્રિય તસ્કર ટોળકીએ સિટીલાઇટ વિસ્તારના મેઘસર્મન એપાર્ટમેન્ટમાં ચોરી કરી છે. પ્લાયવુડ વેપારી પરિવાર નિંદ્રાધીન હતા ત્યારે ફલેટને નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 26 લાખની મત્તા તફડાવીને રવાના થઇ ગયા હતા.
સુરતના પોઝ એવા સિલીલાઈટ વિસ્તરમાં એક અઠવાડિયામાં પહેલા લાખોની ચોરીના આરોપી પોલીસ પકડી શકી નથી. ત્યાં તો બીજી2 6 લાખની ચોરી સામે આવી છે. સુરતના ભટાર રોડ સ્થિત આર્શીવાદ કોમ્પ્લેક્ષમાં ગરોડીયા પ્લાયવુડ એન્ડ લેમિનેટ્સ નામે દુકાન ધરાવતા અનિલ નંદલાલ ગરોડીયા સિટીલાઇટ રોડ તેરાપંથ ભવનની બાજુમાં મેઘસર્મન એપાર્ટમેન્ટમાં ફલેટ ટાવર નં. 2 ના સાતમા માળે બી-7 માં રહે છે. અનિલને સંતાનમાં બે પુત્ર પૈકી એક આયુશ બેંગ્લોરમાં રહે છે. જયારે બીજા પુત્ર અનુજ તથા પત્ની રૂચી સાથે રાત્રે જમ્યા બાદ 11 વાગ્યા સુધી ટીવી જોયા પછી સુઇ ગયા હતા. દરમ્યાનમાં સવારના 3.45 વાગ્યાના અરસામાં વેપારીની પત્ની રૂચીબેન વોશરૂમ જવા માટે પોતાના બેડરૂમમાં ગયા હતા અને લાઇટ ચાલુ કરી હતી. લાઇટ ચાલુ કરતા વેંત બેડરૂમના કબાટ ખુલ્લા હતા અને સરસામાન વેરવિખેર હાલતમાં જોઇ બુમાબુમ કરતા અનિલભાઇ પણ દોડી ગયા હતા અને પુત્ર અનુજ પણ તેના બેડરૂમમાંથી દોડી આવ્યો હતો. ત્યાર બાદ પિતા-પુત્રએ કબાટ ચેક કરતા તેમાંથી રોકડા રૂા. 4 લાખ અને સોના-ચાંદીના હીરા જડિત અલગ-અલગ દાગીના મળી કુલ રૂા. 26 લાખની મત્તા ગાયબ હતી. જેની જાણ તરત જ એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ તથા પડોશીઓને કરી હતી. જેથી લોકો એકઠા થઇ ગયા હતા અને છેક આજે સવારે 11 વાગ્યે ઘટના અંગે પોલીસને જાણ કરતા ઉમરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર આવ્યાં હતાં.